• Home
  • News
  • ત્રણ કલાકની અંદર ત્રણવાર ધરા ધ્રુજી, મેઘાલય, લેહ-લદાખ, બીકાનેરમાં ભૂકંપનો આંચકો અનુભવાયો
post

દેશના અલગ અલગ બે ખૂણામાં છેલ્લા કેટલાક કલાકોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. જેમાં રાજસ્થાનના બીકાનેરમાં 5.3નો ભૂકંપનો ઝટકો પણ સામેલ છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-21 12:17:45

નવી દિલ્હી: દેશના અલગ અલગ બે ખૂણામાં છેલ્લા કેટલાક કલાકોમાં ભૂકંપના ઝટકા મહેસૂસ થયા છે. જેમાં રાજસ્થાનના બીકાનેરમાં 5.3નો ભૂકંપનો ઝટકો પણ સામેલ છે. આ ઉપરાંત મેઘાલયમાં પણ ભૂકંપના આંચકા મહેસૂસ થયા. National Centre for Seismology એ આ જાણકારી આપી. 

National Centre for Seismology ના જણાવ્યાં મુજબ લેહ લદાખમાં સવારે 4:57 વાગે 3.6નો આંચકો અનુભવાયો. જ્યારે રાજસ્થાનના બીકાનેરમાં સવારે 5:24 વાગે ભૂકંપનો આંચકો અનુભવાયો. આ આંચકાની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.3ની માપવામાં આવી છે. 

આ અગાઉ મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સ વિસ્તારમાં મધરાતે 2.10 વાગે ભૂકંપનો આંચકો મહેસૂસ થયો હતો. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.1ની હતી. 

આ અગાઉ 18 જુલાઈના રોજ ગુજરાતના કચ્છમાં ભૂકંપના આંચકા મહેસસ થયા હતા. જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9ની હતી. તે પહેલા હિમાચલ પ્રદેશ, અસમ, બંગાળ અને દિલ્હીમાં પણ  ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

 

adv

Related News

post
post
post
post
post
post
post