• Home
  • News
  • ED પણ RTIના દાયરામાં આવે છે, માનવ અધિકાર હેઠળ માહિતી આપવી પડે
post

દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે RTI કોઇ વ્યક્તિની ફરિયાદ અને અધિકાર માટેની સિસ્ટમ છે અને એ તેનો અધિકાર છે જે ગુપ્તચર સંસ્થા હોવાના નાતે રોકી શકાય નહિ

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-26 12:20:09

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટે એક કર્મચારીની અરજીની સુનાવણીમાં ઠેરવ્યું છે કે એન્ફોરસમેન્ટ ડિરેક્ટરેટ (ED) ગુપ્તચર સંસ્થા હોવાના નાતે રાઈટ ટુ ઇન્ફર્મેશન (RTI) થી બચી શકે નહિ. વાત જ્યારે ભ્રષ્ટાચાર અને માનવ અધિકારની હોય ત્યારે કોઈપણ સંસ્થા તેના દાયરામાં આવી જાય છે. આ કેસમાં એક કર્મચારીએ પોતાના હક માટે ED પાસેથી કેટલીક માહિતી RTI હેઠળ માંગી હતી પણ તેને નહિ મળતાં તેણે આ કેસ કર્યો હતો.

દિલ્હી હાઈકોર્ટે જણાવ્યું હતું કે RTI કોઇ વ્યક્તિની ફરિયાદ અને અધિકાર માટેની સિસ્ટમ છે અને એ તેનો અધિકાર છે જે ગુપ્તચર સંસ્થા હોવાના નાતે રોકી શકાય નહિ. જોકે કોર્ટે એ સ્વીકાર્યું હતું કે ED પાસેથી કોઈ કેસની વિગત કે કેસમાં કરેલી કામગીરી કે ત્રાહિત વ્યક્તિ અંગેની માહિતી RTI ના દાયરામાં આવતી નથી અને તે માહિતી નહિ આપવાની એજન્સીને મુક્તિ મળી છે. પણ કર્મચારી માત્ર પોતાના સંબંધિત માહિતી ચોક્કસ માંગી શકે અને આ તેનો અધિકાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post