• Home
  • News
  • અમદાવાદમાં શિક્ષણમંત્રીની જાહેરાત:ગુજરાતમાં ત્રણથી છ વર્ષનાં બાળકો માટે એક, બે અને ત્રણ એમ અલગ-અલગ છ બાળવાટિકા શરૂ થશે
post

ત્રણથી ચાર વર્ષ અને ચારથી પાંચ વર્ષનાં બાળકો માટેની બાળવાટિકા આંગણવાડી હેઠળ ચાલશે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-21 17:52:01

અમદાવાદ: અમદાવાદ ખાતે વિશ્વ માતૃભાષા દિવસની રાજ્યકક્ષાની ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં શિક્ષણમંત્રી, ધરાસભ્યો, કોર્પોરેટરો સહિત મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા હતા. તમામ લોકોની હાજરીમાં શિક્ષણમંત્રીએ બાળવાટિકા શરૂ કરવાની જાહેરાત કરી છે. ત્રણથી છ વર્ષનાં બાળકો માટે ત્રણ અલગ-અલગ બાળવાટિકા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં પણ ફરજિયાત ગુજરાતી વિષય ભણાવવો પડશે, નહીં તો કડક પગલાં લેવામાં આવશે.

શિક્ષણમંત્રીની બાળવાટિકા શરૂ કરવાની જાહેરાત
થલતેજની મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલમાંથી આજે માતૃભાષા દિવસની ઉજવણી માટેની રેલી યોજાઈ હતી. રેલી પંડિત દીનદયાળ ઓડિટોરિયમ બોડકદેવ પહોંચી હતી. ઉજવણીમાં શિક્ષણમંત્રી કુબેર ડિંડોર, પ્રફુલ પાનસેરિયા, મેયર, ધારાસભ્ય સહિત અનેક લોકો હાજર રહ્યા હતા. આ પ્રસંગને સંબોધતાં શિક્ષણમંત્રીએ બાળવાટિકા શરૂ કરવાની જાહેરાત કરી છે, જેમાં ત્રણથી ચાર વર્ષનાં બાળકો માટે એક બાળવાટિકા, ચારથી પાંચ વર્ષનાં બાળકો માટે બે બાળવાટિકા અને પાંચથી છ વર્ષનાં બાળકો માટે ત્રણ બાળવાટિકા શરૂ કરવામાં આવશે. 

1 જૂન 2023થી બાળવાટિકા કાર્યરત થશેઃ કુબેર ડિંડોર
આ અંગે કુબેર ડિંડોરે જણાવ્યું હતું કે 1 જૂન 2023થી બાળવાટિકા શરૂ થશે. ત્રણથી ચાર વર્ષ અને ચારથી પાંચ વર્ષનાં બાળકો માટેની બાળવાટિકા આંગણવાડી હેઠળ ચાલશે. જે મહિલા અને બાળકલ્યાણ વિભાગ દ્વારા ચાલશે. જ્યારે પાંચથી છ વર્ષનાં બાળકો માટે પ્રાથમિક સ્કૂલમાં શરૂ થશે. 1 જૂન 2023 સુધી છ વર્ષની ઉંમર પૂરી થશે એ બાળકને ધોરણ 1માં પ્રવેશ પણ આપવામાં આવશે.

ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં ગુજરાતી ફરજિયાત
તેમણે વધુમાં માતૃભાષાને ધ્યાને રાખી જણાવ્યું હતું કે કોર્ટના જજમેન્ટ પણ માતૃભાષામાં જે-તે રાજ્ય આપે એવું વડાપ્રધાને સૂચન કર્યું હતું. ત્યારે ગુજરાતની ખાનગી અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ફરજિયાત ગુજરાતી ભણાવવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જે સ્કૂલો ગુજરાતી વિષય નહીં ભણાવતી હોય ત્યાં કડકપણે પાલન કરવામાં આવશે. જે સ્કૂલ ગુજરાતી વિષય નહીં ભણાવે તેની સામે કડક પગલાં પણ લેવામાં આવશે.

આપણી ભાષાનું ગૌરવ રહેવું જોઈએ
માતૃભાષાનું સંરક્ષણ થાય એ આપણા તમામની જવાબદારી છે. કોઈપણ પ્રગતિ આપણી પોતાની ભાષાથી થશે. દુઃખ દર્દ પણ આપણે આપણી ભાષામાં જ અભિવ્યક્ત કરીએ છીએ. મારી ભાષા મારું ગૌરવ હોવું જોઈએ. સંસ્કારનું સિંચન માતૃભાષામાં જ થાય છે. ગમે તે વ્યક્તિ ગુજરાતી ભાષા ભણાવી ના શકે, શીખવાડી ના શકે. મેડિકલના અભ્યાસક્રમમાં પણ માતૃભાષામાં આગામી દિવસમાં શરૂ થશે. નેશનલ એજ્યુકેશન પોલિસીને કારણે પણ આગામી દિવસોમાં સારા ફેરફાર થશે. અંગ્રેજીને આપણે સ્વીકારીએ છીએ, પરંતુ અંગ્રેજીનો પ્રભાવ ના રહે. આપણી ભાષાનું ગૌરવ રહેવું જોઈએ.

તમામ ઠરાવો ગુજરાતીમાં કરવા મુખ્યમંત્રીનો આદેશઃ પ્રફુલ પાનસેરિયા
આ પ્રસંગે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે અમુક લોકો પાસે ડિગ્રી ન હોય તો પણ ભાષાનું જ્ઞાન ખૂબ જ હોય છે. દુનિયાની પ્રેમ-કરુણાની સાથે મોટી ભાષા આંખની ભાષા છે. તમામ ઠરાવો ગુજરાતી ભાષામાં કરવાનો મુખ્યમંત્રીએ આદેશ કર્યો છે. ચીનના ડોક્ટર પોતાની જ માતૃભાષામાં અભ્યાસ કરે છે.

adv

Related News

post
post
post
post
post
post
post