• Home
  • News
  • ગુજરાતમાં ચૂંટણીની તારીખોની જાહેરાત એક અથવા બે નવેમ્બરે કરાય તેવી શક્યતા
post

આ પહેલા ચૂંટણી પંચ 12 નવેમ્બરે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી ચુકયુ છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-29 19:06:54

નવી દિલ્હી: હિમાચલ પ્રદેશની ચૂંટણી જાહેર કર્યા બાદ ગુજરાતની ચૂંટણી માટેની તારીખો જાહેર કરવામાં થઈ રહેલા વિલંબને લઈને વિપક્ષ દ્વારા ચૂંટણી પંચ પર પ્રહારો થઈ રહ્યા છે.

હવે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા એક કે બે નવેમ્બરે ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે એવુ મનાઈ રહ્યુ છે કે, ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાઈ શકે છે. જેમાં પહેલા તબક્કાની ચૂંટણી એક કે બે નવેમ્બરે અને બીજા તબક્કાની ચૂંટણી ચાર કે પાંચ ડિસેમ્બરે યોજાઈ શકે છે.

ગુજરાતમાં ચૂંટણીની તારીખો ભલે જાહેર ના થઈ હોય પણ ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે. આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની સાતમી યાદી જાહેર કરી છે. તો ભાજપ દ્વારા વિવિધ વિધાનસભા બેઠકો માટે સેન્સ લેવામાં આવી રહ્યો છે.કોંગ્રેસ વિવિધ સમુદાયોને રીઝવવાના પ્રયત્ન કરી રહી છે.

ભાજપના મોટા નેતાઓની ગુજરાતમાં અવર જવર શરુ થઈ ગઈ છે. જેમાં ખુદ પીએમ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહનો પણ સમાવેશ થાય છે. આ પહેલા ચૂંટણી પંચ 12 નવેમ્બરે હિમાચલ પ્રદેશમાં ચૂંટણી યોજવાની જાહેરાત કરી ચુકયુ છે. જેની મત ગણતરી આઠ ડિસેમ્બરે થવાની છે. આ જ દિવસે ગુજરાત માટે પણ મતગણતરી થાય તેવી પણ શક્યતાઓ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post