• Home
  • News
  • ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી 19 જૂને, 9થી 4 વાગ્યા સુધી મતદાન અને 5 વાગ્યે મતગણતરી
post

આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી, પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-02 09:50:00

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની 4 બેઠકો માટે 19 જૂને ચૂંટણી  યોજાશે. સવારે 9 થી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે. ત્યાર બાદ સાંજે 5 વાગ્યે મતગણતરી યોજાશે. આ ચૂંટણીમાં કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીએ ઉમેદવારી કરી છે જ્યારે ભાજપ વતી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી છે.


આ પહેલા રાજ્યસભા ચૂંટણી 26 માર્ચ 2020ના રોજ યોજાવાની હતી. પરંતુ કોરોનાને કારણે ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. રાજ્યસભા ચૂંટણી જાહેર થયા બાદ 15 માર્ચે કોંગ્રેસના પાંચ ધારાસભ્ય એવા પ્રવીણ મારૂ, મંગળ ગાવિત, જે.વી.કાકડીયા, પ્રદ્યુમનસિંહ જાડેજા અને સોમા ગાંડા પટેલે રાજીનામા આપ્યા હતા. હાલ કોંગ્રેસનું વિધાનસભામાં 68નું સંખ્યાબળ છે, જ્યારે ભાજપનું સંખ્યાબળ 103 છે.

મતોની ગણતરી અને ગણિત
મતોના ગણિત પ્રમાણે દરેક ઉમેદવારને જીતવા ફર્સ્ટ પ્રેફરન્સના 36 મત જોઈએ. ભાજપના ત્રણેય ઉમેદવારને જીતવા માટે કુલ 105 મત જોઇએ અને તેમની પાસે હાલ 103 ધારાસભ્યો હોઇ ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનને જીતવા 5 મત ખૂટે છે, અને તે જ રીતે હાલ કોંગ્રેસ પાસે 68 ધારાસભ્યો છે અને તેમના બન્ને ઉમેદવારને જીતવા 72 મત જોઇએ અને તેથી તેમના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીને જીતવા માટે પણ ચાર મત ખૂટે છે. પરંતુ અપક્ષ જીજ્ઞેશ મેવાણીનો મત તેમને મળે તેમ હોવાથી તેમને માત્ર ત્રણ મત ખૂટે છે. પરંતુ સેકન્ડ પ્રેફરન્સના બધાં મત તેમને મળી જાય તો કોંગ્રેસના ઉમેદવાર સોલંકીના જીતવાની શક્યતા વધી જાય કારણ કે તેઓને ભાજપના ઉમેદવાર કરતાં ફર્સ્ટ પ્રેફરન્સના બે વધુ મત મળે છે.

·         ભાજપના ત્રણેય ઉમેદવારને જીતવા જોઇએ – 35 મત લેખે 105 મત

·         કોંગ્રેસના બન્ને ઉમેદવારોને જીતવા જોઇએ – 35 મત લેખે 70 મત

 

adv

Related News

post
post
post
post
post
post
post