• Home
  • News
  • ચૂંટણી આવી રહી છે !!:ગુજરાતમાં પેટ્રોલ ડીઝલના ભાવ હજુ 3 રૂપિયા સુધી ઘટી શકે છે, વેટ ઘટાડવા સરકારે શરૂ કરી મથામણ
post

ભાજપ શાસિત રાજ્યોમાં સૌ પ્રથમ વખત ગુજરાતમાં થઈ શકે વેટ ઘટાડો

Written By newsonline | Ahmedabad | Published: 2022-05-23 18:18:51

ગાંધીનગર: કેન્દ્ર સરકારે પેટ્રોલ ડિઝલમાં એક્સાઇઝ ડ્યૂટી ઘટાડ્યા બાદ વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર પણ આ અઠવાડિયામાં જ 3 રૂપિયા સુધીના વેટ ઘટાડાનો નિર્ણય લઈ શકે છે. આ મામલે રાજ્ય સરકાર એ કવાયત હાથ ધરી છે. હાલમાં ગુજરાતમાં પેટ્રોલનો રૂ.95.56 અને ડીઝલનો 93.10 રૂપિયા ભાવ છે.

ચૂંટણી નજીક આવતા ભાવમાં હજુ ઘટાડો થઈ શકે
સામાન્ય રીતે કેન્દ્ર સરકાર કોઈ રાહતનો નિર્ણય લે તેના પગલે ભાજપ શાસિત રાજ્યો પણ તેને અનુસરવા લાગતા હોય છે. પરંતુ આ વખતે બે દિવસ પછી પણ એકપણ ભાજપ શાસિત રાજ્યોએ પેટ્રોલ-ડિઝલ પર કર ઘટાડો કર્યો ન હોવાનું સૂચકછે. પણ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી નજીક આવતી હોવાથી ગુજરાત સરકાર પણ ભાવ ઘટાડો કરવા મથામણ કરી રહી છે, જેના અનુસંધાને વેટ ઘટાડી પેટ્રોલ ડીઝલ માં 3 રૂપિયાની વધારાની રાહત આપી શકે છે.

એક્સાઇઝમાં રૂ.8 તથા રૂ.6નો ઘટાડો
કેન્દ્ર અને રાજ્ય સરકારો પેટ્રોલીયમ ચીજોમાં થયેલા ભાવ વધારા ને કાબુમાં લેવા ટેક્સ ઘટાડવો જરૂરી હોવાના તારણો બાદ કેન્દ્ર સરકારે શનિવારે પેટ્રોલ તથા ડિઝલની એક્સાઇઝ ડ્યૂટીમાં અનુક્રમે રૂ.8 તથા રૂ.6નો ઘટાડો જાહેર કર્યો હતો. કેન્દ્રના એક્સાઇઝ ડ્યૂટી ઘટાડાના કદમ બાદ કેરળ, રાજસ્થાન અને મહારાષ્ટ્રએ વેટમાં પણ ઘટાડો જાહેર કરીને જનતા ને પેટ્રોલ ડીઝલમાં ભાવ માં રાહત આપી છે મહત્વની વાત એ છે કે વેટ ઘટાડો કરનારા ત્રણેય બીનભાજપી રાજ્યો છે. ભાજપ શાસિત રાજ્યોએ હજુ આ દિશામાં કોઈ નિર્ણય લીધો હતો.

ગુજરાતના અગ્રણી શહેરોમાં પેટ્રોલના નવા ભાવ (રૂપિયામાં)

શહેરો

જૂનો ભાવ (લિટર દીઠ)

નવો ભાવ (લિટર દીઠ)

અમદાવાદ

105.07

95.56

રાજકોટ

104.84

95.24

વડોદરા

105.11

95.61

સુરત

105.09

95.59

ગુજરાતના અગ્રણી શહેરોમાં ડીઝલના નવા ભાવ (રૂપિયામાં)

શહેરો

જૂનો ભાવ (લિટર દીઠ)

નવો ભાવ (લિટર દીઠ)

અમદાવાદ

100.13

93.10

રાજકોટ

99.21

91.98

વડોદરા

99.46

92.46

સુરત

99.46

92.46

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post