• Home
  • News
  • નૌશેરામાં આતંકવાદી સાથે એન્કાઉન્ટર, આર્મીના 2 જવાન શહીદ
post

નવા વર્ષના દિવસે જ જમ્મુ-કાશ્મીરના રજૌરી જિલ્લાના નૌશેરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-01 13:44:39

નૌશેરા : નવા વર્ષના દિવસે જ જમ્મુ-કાશ્મીરના રજૌરી જિલ્લાના નૌશેરામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે એન્કાઉન્ટર થયું. મળતી માહિતી મુજબ આ દરમિયાન ભારતીય સેનાના બે જવાન શહીદ થઈ ગયા છે. મળતી માહિતી મુજબ, આતંકવાદીઓએ ઘાત લગાવીને જવાનો પર હુમલો કર્યો. હાલ વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચાલી રહ્યું છે.

મળતી માહિતી મુજબ, સેનાના જવાનોને આતંકવાદીઓ છુપાયા હોવાની જાણકારી મળી હતી, ત્યારબાદ તેઓ વિસ્તારમાં શોધખોળ કરીને આતંકવાદીઓની ભાળ મેળવી રહ્યા હતા. આ દરમિયાન છુપાયેલા આતંકવાદીઓએ બે જવાનો પર હુમલો કરી દીધો.એલઓસી પર કલાલ પાસે આવેલા દરાટ/મંગલાદેઈ વિસ્તારમાં ત્રણ સંદિગ્ધ દેખાતાં ભારતીય સેના અને પોલીસે સર્ચ ઑપરેશન હાથ ધર્યું. આ દરમિયાન જંગલમાં સઘન શોધખોળ કરવામાં આવી, પરંતુ મોડી સાંજે સુધી કોઈ સફળતા મળી નહોતી. મોડી રાતથી ફાયરિંગ શરૂ થયું, જે હજુ સુધી ચાલુ છે. આ પહેલા મંગળવારે જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં એલઓસીની પાસે એક લેન્ડમાઇન બ્લાસ્ટ થયો હતો. જેમાં એક સ્થાનિક ઘાયલ થયો. ઘાયલ નાગરિકને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સેના તપાસમાં લાગેલી છે કે બ્લાસ્ટ કેવી રીતે થયો.ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના પોલીસ મહાનિદેશક (ડીજીપી) દિલબાગ સિંહે મંગળવારે કહ્યું કે, આ કેન્દ્ર શાસિત પ્રદેશમાં 2019માં 160 આતંકવાદી માર્યા ગયા અને 102ની ધરપકડ કરવામાં આવી, જ્યારે આતંકવાદી સંગઠનોમાં સામેલ થનારાં સ્થાનિક યુવાઓની સંખ્યાામં ઘટાડો નોંધાયો છે.

સિંહે પત્રકારોને કહ્યું કે, વર્ષ 2018માં આ પ્રકારના 218 (સ્થાનિક) યુવક આતંકવાદી સંગઠનોમાં સામેલ થયા હતા પરંતુ 2019માં માત્ર 139 સામેલ થયા. તેઓએ કહ્યું કે આતંકવાદી ઘટનાઓમાં 30 ટકાનો ઘટાડો નોંધાયો છે અને ગયા વર્ષની તુલનામાં કાયદો અને વ્યવસ્થા સાથે જોડાયેલી ઘટનાઓમાં 36 ટકાનો ઘટાડો આવ્યો છે.

adv

Related News

post
post
post
post
post
post
post