• Home
  • News
  • બિહારમાં 7 કલાકના ઓપરેશન બાદ નરભક્ષી વાઘના આંતકનો અંત
post

આ નરભક્ષી વાઘને લઇને ગ્રામજનોમાં ડર અને આંતકનો માહોલ હતો

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-08 18:37:31

નવી દિલ્હી: વાલ્મિકી ટાઈગર રિઝર્વના જંગલમાંથી બહાર આવીને  નરભક્ષી વાઘ નજીકના ગામડાઓમાં લોકોને પોતાનો શિકાર બનાવનાર નરભક્ષી વાઘના આંતકનો અંત આવ્યો છે.

ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડને નરભક્ષી વાઘને મારવા માટે શૂટર્સની એક ટીમ પણ બનાવી હતી. શુક્રવારની સાંજથી ઓપરેશન ટાઈગરને શોધવાનું કામ શરુ થયુ હતુ. પર્યાવરણ વિભાગના અગ્ર સચિવ અરવિંદ ચૌધરીએ આ માહિતી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે,વન વિભાગ અને બગાહા પોલીસની ટીમ આ ઓપરેશનને અંજામ આપ્યો છે.  

7 કલાકના ઓપરેશન બાદ શૂટ કરાયો વાઘ

લગભગ 7 કલાકના રેસ્ક્યુ ઓપરેશન પછી શનિવારે બિહાર પોલીસના શૂટરોએ આ નરભક્ષી વાઘને મારી નાખ્યો હતો. બગાહા વિસ્તારમાં આતંકનો પર્યાય બની ગયેલી આ આદમખોર વાઘ આજ સુધી કોઈ કાબૂમાં આવ્યો નહોતો. જે બાદ આખરે વન પર્યાવરણ વિભાગે વાઘને મારવાની સૂચના આપી હતી. હાથીઓની મદદથી આ વાઘની શોધ ચાલી રહી હતી. 

આ નરભક્ષી વાઘને લઇને ગ્રામજનોમાં ડર અને આંતકનો માહોલ હતો. ગ્રામજનો દ્વારા પણ વન વિભાગ સામે એકત્ર થઈને વિરોધ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન, સ્થાનિક રહેવાસીઓમાં નારાજગીને જોતા, નરભક્ષી વાઘને મારી નાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post