• Home
  • News
  • EPFOએ ઘટાડ્યા PFના વ્યાજ દર:2021-22માં પ્રોવિડન્ટ ફંડ પર મળશે 8.10% વ્યાજ, આ છેલ્લા 40 વર્ષોમાં સૌથી ઓછું
post

છેલ્લા બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો, વ્યાજ દર 8.50% રહ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-03-12 15:17:29

નવી દિલ્લી : PFના દાયરામાં આવતા દેશના લગભગ 6 કરોડ કર્મચારીઓ માટે ખરાબ સમાચાર છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO)એ નાણાકીય વર્ષ 2021-22 માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે હવે તમને 8.50%ના બદલે 8.10%ના દરે વ્યાજ મળશે. આ દર છેલ્લા 40 વર્ષમાં સૌથી નીચો છે. 1977-78માં EPFO8% વ્યાજ આપ્યું હતું. ત્યારથી તે 8.25% કે તેથી વધુ રહ્યું છે. છેલ્લા બે નાણાકિય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો, વ્યાજ દર 8.50% રહ્યું છે.

1952માં PF પર 3% વ્યાજ આપવાનું શરૂ કરવામાં આવ્યું હતું
1952
માં PF પર વ્યાજ દર માત્ર 3% હતો. જોકે, ત્યાર બાદ તેમાં વધારો થયો હતો. 1972માં પ્રથમ વખત તે 6% થી ઉપર પહોંચ્યો. તે 1984માં પ્રથમ વખત 10%થી ઉપર પહોંચ્યું હતો. પીએફ ધારકો માટે શ્રેષ્ઠ સમય 1989થી 1999નો હતો. આ દરમિયાન પીએફ પર 12% વ્યાજ મળતું હતું. તે પછી વ્યાજ દર ઘટવા લાગ્યા. 1999 પછી વ્યાજ દર ક્યારેય 10%ની નજીક પહોંચ્યો નથી. તે 2001 થી 9.50% થી નીચે રહ્યો છે. છેલ્લા સાત વર્ષથી તે 8.50% કે તેનાથી ઓછો છે.

અત્યાર સુધી સૌથી વધુ 12% વ્યાજ
છેલ્લા બે નાણાકીય વર્ષ (2019-20 અને 2020-21) વિશે વાત કરીએ તો, વ્યાજ દર 8.50% રહ્યો છે. 2018-19માં તે 8.65% રહ્યો છે. બીજી બાજુ, જો આપણે અત્યાર સુધીના સૌથી વધુ વ્યાજની વાત કરીએ, તો તે નાણાકીય વર્ષ 1989-2000માં આપવામાં આવ્યું છે. PFની શરૂઆત 1952માં થઈ હતી. 1952 થી 1955 સુધી 3% વ્યાજ આપવામાં આવ્યું છે.

નાણાકીય વર્ષના અંતમાં ડિસાઈડ થાય છે વ્યાજ દર
ફાઇનાન્સ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ ઓડિટ કમિટીની પ્રથમ બેઠક PFમાં વ્યાજ દર નક્કી કરવા માટે છે. તે આ નાણાકીય વર્ષમાં જમા થયેલા નાણાંનો હિસાબ આપે છે. આ પછી CBT બેઠક થાય છે. CBTના નિર્ણય પછી, નાણા મંત્રાલયની સંમતિ પછી વ્યાજ દર લાગુ કરવામાં આવે છે. વ્યાજ દર નાણાકીય વર્ષના અંતે નક્કી કરવામાં આવે છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post