• Home
  • News
  • અંતરિક્ષમાં પણ ભારત 'વિશ્વગુરુ' ! વિશ્વના દેશોને રોકેટનો કાટમાળ દૂર કરતા શીખવ્યું
post

ભારતીય વૈજ્ઞાનિકોએ PSLV સી-56 રોકેટનું તાજેતરમાં પરીક્ષણ કરી સફળતા મેળવી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-31 17:09:20

પીએેસએલવીના મિશન નિર્દેશક એસઆર બીજુએ કહ્યું હતું કે, PSLV મિશનના ચોથા તબક્કામાં કોઈને કોઈ વિશિષ્ટ પરીક્ષણ કરવાની વૈજ્ઞાનિકોની આદત પડી ગઈ છે, આ વખતે પણ ચોથા તબક્કામાં એક અનોખું અને સફળ પરીક્ષણ કરી બતાવ્યું છે. 

કામ પુરુ થયા પછી રોકેટના બચેલા ભાગને પૃથ્વી તરફ 300 કિમીની ઉંચાઈએ લાવવામાં આવશે

ભારતીય વૈજ્ઞાનિકોએ PSLV સી-56 રોકેટનું તાજેતરમાં પરીક્ષણ કરી સફળતા મેળવી. ત્યાર બાદ આ અનોખા પરીક્ષણ કરતા સમગ્ર દુનિયાને શીખવ્યું કે, આકાશમાં સૌથી મોટી સમસ્યા બનેલી છે કે રોકેટના કાટમાળને કેવી રીતે હટાવી શકાય. આ રોકેટ દ્વારા સિંગાપોરના ઉપગ્રહોને અંતરિક્ષમાં લગભગ 535 કિલોમીટરની ઉંચાઈ પર સફળતા પુર્વક સ્થાપિત કરવામાં આવ્યો છે. કામ પુરુ થયા પછી રોકેટના બચેલા ભાગને પૃથ્વી તરફ 300 કિમીની ઉંચાઈએ લાવવામાં આવશે.અને તે આવતા બે મહિનામાં પૃથ્વીની વાતાવરણમાં લાવી તેને નષ્ટ કરવામાં આવશે. જો આવુ ન કરવામાં આવે તો રોકેટનો કાટમાળ આવતા કેટલાક દાયકાઓ સુધી અંતરિક્ષમાં પડ્યો રહેતો હોય છે. 

અત્યાર સુધી શું થતું હતું ?

સામાન્ય રીતે કોઈ પણ સફળ મિશન બાદ રોકેટનો કાટમાળ અંતરિક્ષમાં જ ખૂબ ઉંચી જગ્યા પર છોડી દેવામાં આવતો હતો. આ કાટમાળ દાયકાઓ સુધી પૃથ્વીની પરિક્રમા કરતાં ફરતો રહે છે. આ દરમ્યાન જ્યારે બીજા મિશન માટે ઉપગ્રહ મોકલવામાં આવે તો તેનો કાટમાળ ટકરાવાનો ખતરો રહેતો હોય છે. 

હવે શું લાભ થશે

સૌથી મોટો ફાયદો એ થશે કે રોકેટનો બચેલો કાટમાળ બે મહીના પછી પૃથ્વીના વાતાવરણમાં દાખલ કરવામાં આવશે ત્યારે તે ઓટોમેટિક નષ્ટ થઈ જશે. એટલે કે કાટમાળ નષ્ટ કરવામાં જે દાયકાઓ લાગતા હતા તે અમારા વૈજ્ઞાનિકોએ માત્ર બે મહિનામાં જ નષ્ટ કરવાની વ્યવસ્થા કરી દીધી છે. ઈસરોએ કહ્યું કે આ કાટમાળ અંતરિક્ષમાં જેટલા ઓછો સમયમાં રહે તો તેનાથી ખતરો ઘણો ઓછો થઈ જશે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post