• Home
  • News
  • નૂપુરના પ્રત્યેક સમર્થકની કતલનો પ્લાન હતો:પાકિસ્તાનથી રાજસ્થાનના 6 જિલ્લામાં 40 લોકોને તૈયાર કર્યા, તમામને ઓનલાઇન ટ્રેનિંગ અપાઈ હતી
post

NIA અને એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે દાવત-એ-ઈસ્લામીએ અજમેરમાં વાંધાજનક ધાર્મિક પુસ્તકોને વેચવા માટે દુકાન ખોલી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-07-13 17:47:56

આતંકવાદીઓના ટાર્ગેટ પર ઉદયપુરના કનૈયાલાલ જ નહિ, પરંતુ એ તમામ લોકો હતા, જેમણે નૂપુર શર્માના સમર્થનમાં પોસ્ટ કરી હતી. પાકિસ્તાની સંગઠન દાવત-એ-ઈસ્લામી અને આતંકવાદીઓએ આ માટે રાજસ્થાનના 40 લોકોને તૈયાર કર્યા હતા. તેઓ નૂપુરનું સમર્થન કરનારા લોકોનું ગળું કાપવા માટે તૈયાર થઈ ગયા હતા. આ અંગેની માહિતી એનઆઈએ અને એટીએસની શરૂઆતની તપાસમાં બહાર આવી છે.

25 મે પછી નૂપુરના નિવેદનને સમર્થન કરનારને બોધપાઠ શીખવવા માટે દાવત-એ-ઈસ્લામી સાથે જોડાયેલા 6 જિલ્લાના લોકોને ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. તપાસમાં એવી વાત બહાર આવી છે કે આ બધા એક વર્ષથી આ સંગઠન સાથે જોડાયેલા હતા.

આ સમગ્ર મામલો ઉદયપુરના કનૈયાલાલ હત્યાકાંડ સાથે સંકળાયેલો છે. ગત મહિને નૂપુર શર્માના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરનાર કનૈયાનું આતંકી રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદે ગળું કાપી નાખ્યું હતું.

10 લોકોના 20 મોબાઈલની તપાસ પછી વાસ્તવિકતા બહાર આવી
આ નવો ઘટસ્ફોટ રિયાઝ અત્તારી અને ગૌસ મોહમ્મદની કોલ ડિટેલમાં મળેલા પાકિસ્તાનના 10 લોકોના 20 મોબાઈલ નંબરની તપાસમાં થયો છે. આતંકી સંગઠને આ લોકોને વ્હોટ્સએપ જેવી સોશિયલ મીડિયા એપ દ્વારા ગળું કાપી નાખવા અંગેની ઓડિયો અને વીડિયો ટ્રેનિંગ આપી હતી. આતંકી ઘટનાઓને પાર પાડવા માટે તૈયાર કરવામાં આવેલા લોકોને ટાર્ગેટ આપવામાં આવ્યો કે તાલિબાનની જેમ ગળું કાપીને તેનો વીડિયો વાઈરલ કરો.

NIAએ ફરી ઉદયપુરમાં 6 લોકોની પૂછપરછ કરી
NIA
ની ટીમ મંગળવારે ફરી ઉદયપુર પહોંચી હતી. ટીમે અંજુમન તાલિમુલ ઈસ્લામના સદર મુજીબ સિદ્દિકી, મૌલાના જુલકરનૈન, સહ-સચિવ ઉમર ફારુક, પૂર્વ નેતા ખલીલ અહમદ સિવાય બે વકીલોની પૂછપરછ કરવામાં આવી છે. NIAએ પહેલા મોબાઈલ, લેપટોપ સહિતનાં અન્ય સાધનોને જપ્ત કર્યા હતા. નેતા મુજીબના ઘરની પણ તપાસ કરવામાં આવી હોવાની વાત બહાર આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પૂછપરછ પૂરી થઈ ગયા પછીથી મોડી સાંજે તમામને છોડી દેવામાં આવ્યા હતા.

અજમેરમાં વહેંચાઈ રહ્યાં છે વાંધાજનક ધાર્મિક પુસ્તકો
NIA
અને એટીએસની તપાસમાં બહાર આવ્યું છે કે દાવત-એ-ઈસ્લામીએ અજમેરમાં વાંધાજનક ધાર્મિક પુસ્તકોને વેચવા માટે દુકાન ખોલી હતી. એક બુક સેલરને રોજ 350 રૂપિયા આપતા હતા. રિયાજ અને ગૌસ આ બુકને લોકોમાં વહેંચતા હતા. એજન્સીઓ હાલ આ બાબતની પણ તપાસ કરી રહી છે.

ગૌસ-રિયાજ સહિત 3 આરોપી 16 સુધી રિમાન્ડ પર
NIA
મામલાની વિશેષ કોર્ટે ઉદયપુર આતંકી હુમલામાં મુખ્ય આરોપી ગૌસ મોહમ્મદ અને રિયાજ અત્તારી સહિત 7મા આરોપી ફરહાદ મોહમ્મખ શેખ ઉર્ફે બબલાને 16 જુલાઈ સુધી પોલીસ રિમાન્ડ પર મોકલ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NIA ફરહાદને રિયાઝ અત્તારીની નજીકનો અને તેની હત્યાના ષડયંત્રમાં સામેલ હોવાનું માની રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post