• Home
  • News
  • નિષ્ણાંતોએ કહ્યું- કોરોનાની અસર લાંબા સમય સુધી રહેશે; બિઝનેસ ડૂબવા, નોકરી જવા, બેઘર થવાના ડરથી લોકોમાં ડિપ્રેશન વધ્યું
post

નિષ્ણાંતોના મતે મોબાઇલથી નિરીક્ષણ જેવી ટેક્નોલોજી શોધો જેથી લોકો માનસિક રૂપે મજબૂત થાય

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-18 09:46:03

લંડન: કોરોના વાઈરસથી દુનિયાભરમાં ભય અને ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. નિષ્ણાતોએ ચેતવણી ઉચ્ચારી છે કે આ ત્રાસદાયક ઘટનાને કારણે સમગ્ર દુનિયાએ ખરાબ માસિક સ્વાસ્થ્યનો સામનો કરવો પડી રહ્યો છે અને લાંબા સમય સુધી તેની અસર જોવા મળશે. માનસિક વિકાર સંબંધિત ન્યૂરોસાયન્ટિસ્ટ, મનોચિકિત્સક અને મનોવિજ્ઞાનીઓનું કહેવું છે કે લોકોની માનસિક સ્થિતિ પર કોઈ અસર ન થાય તે માટે તમામ દેશોએ લક્ષણ આધારિત સારવાર અને રિસર્ચને પ્રોત્સાહન આપવાનું કામ તાત્કાલિક શરૂ કરી દેવું જોઈએ. સાથે જ આવા મામલા પર દુનિયાભરમાં એકસાથે નિરીક્ષણ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ.


સમાજ પણ પ્રભાવિત થશે 
ગ્લાસગો યુનિવર્સિટીના પ્રોફેસર રોરી ઓકોનરે કહ્યું કે દારૂના નશાની ટેવ, જુગાર, સાઇબર બુલિંગ, સંબંધો તૂટવા, બેઘર થવાના કારણે ચિંતા અને ડિપ્રેશનથી અસામાન્ય વર્તન કરનારાની અવગણનાથી આગળની સમસ્યા હજુ વધશે. સંકટના આ સમયે લોકોની આવી સમસ્યાઓની અવગણના કરવાથી ન ફક્ત તેમનું જીવન, સમાજ પણ પ્રભાવિત થશે. એવા લોકો પર નજર રાખવાની જરૂર છે જે ગંભીર રીતે ડિપ્રેશનમાં છે, કાં તે આત્મઘાતી પગલાં ભરવા વિચારે છે. તેમના પર મોબાઇલ ફોન જેવી નવી ટેક્નોલોજીના માધ્યમથી નજર રાખવાની જરૂર છે. 


માર્ચના અંત સુધીમાં 1099 લોકોનો સરવે કર્યો
કેમ્બ્રિજ યુનિવર્સિટીના પ્રો. એડ બુલમોરે કહ્યું કે આપણે ડિજિટલ સંસાધનોનો ઉપયોગ કરવો જોઇએ. લોકોના માનસિક સ્વાસ્થ્યને ચકાસવા માટે સ્માર્ટ રીત શોધવી પડશે, ત્યારે જ આ પડકારનો સામનો કરી શકાશે. ખરેખર બ્રિટનમાં લેન્સેટ સાઈકેટ્રીએ માર્ચના અંત સુધીમાં 1099 લોકોનો સરવે કર્યો હતો. તેમાં જાણ થઇ કે લૉકડાઉન અને આઈસોલેશનમાં રહેવાના કારણે લોકોમાં બિઝનેસ ડૂબી જવા, નોકરી જવા અને બેઘર થવાનો ભય પેદા થઈ ગયો છે. 


અહીં દેશમાં પણ માનસિક પીડિતોની સંખ્યા 15થી 20 ટકા વધી
ઈન્ડિયન સાઈકિયાટ્રિક સોસાયટીના સરવે મુજબ કોરોના વાઈરસના આવ્યા પછી દેશમાં માનસિક રોગોથી પીડાતા દર્દીઓની સંખ્યા 15થી 20 ટકા વધી ગઈ છે. દુનિયાભરમાં તમામ સ્વાસ્થ્યકર્મીઓમાં ફક્ત 1 ટકા હેલ્થ વર્કર્સ જ મેન્ટલ હેલ્થની સારવાર સાથે સંકળાયેલા છે. ભારતમાં તેનો આંકડો ખૂબ જ ઓછો છે.

adv

Related News

post
post
post
post
post
post
post