• Home
  • News
  • ભારત-ચીન વચ્ચે તણાવ:વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું- કૂટનીતિથી જ ઉકેલ લાવવો પડશે; અમે હાલના પડકારોને સામાન્ય નથી સમજતા
post

વિદેશ મંત્રીએ કહ્યું- બોર્ડર પર બની રહેલી ઘટનાઓ સંબંધ પર અસર કરે છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-04 11:26:04

ભારત- ચીન વચ્ચે લદ્દાખમાં ચાલી રહેલા તણાવ અંગે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, વિવાદનું સમાધાન કૂટનીતિ દ્વારા જ કરવું પડશે. સાથે જ કહ્યું કે અમે સરહદ પર આવી રહેલા હાલના પડકારોને સામાન્ય નથી સમજતા, પરંતુ બન્ને દેશો માટે એ મહત્વનું છે કે એકબીજાની સહમતીથી રસ્તો કાઢવામાં આવે.

ભારત-ચીનના સંબંધ માટે સમય યોગ્ય નથી
વિદેશ મંત્રીએ ગુરુવારે એક પુસ્તકના લોન્ચિંગની ઓનલાઈન ઈવેન્ટમાં આ વાત કહી હતી. તેમણે કહ્યું હતું કે, આ હકીકત છે કે બોર્ડર પર જે કંઈ થાય છે, તેનાથી સંબંધ પર અસર પડે છે. તમે આ બન્ને વાતને અલગ અલગ ન કરી શકો. ભારત-ચીનના સંબંધો અંગે હાલ સમય યોગ્ય નથી.

જયશંકરને જ્યારે પુછવામાં આવ્યું કે બ્રિક્સ સમિટ જેવા આયોજનોમાં ચીનના વિદેશ મંત્રી સાથે મુલાકાત થશે તો શું કહેશો. તેમણે જવાબમાં જણાવ્યું કે, અમે બન્ને લાંબા સમયથી એક-બીજાને ઓળખીએ છીએ, એટલા માટે તમે અંદાજો લગાવી શકો છો કે શું વાતચીત થશે.

પૂર્વ લદ્દાખમાં 7 દિવસથી તણાવ ચાલું
ચીનની ઘુસણખોરીના પ્રયાસ અને વિવાદિત વિસ્તારોમાં જિદ્દી વલણ વચ્ચે આર્મી ચીફ જનરલ મનોજ મુકુંદ નરવણે ગુરુવારે લેહ પહોંચ્યા હતા. તે આજે પણ બોર્ડરની હાલની સ્થિતિઓની સમીક્ષા કરશે. બીજી બાજુ વાયુસેના પ્રમુખ આરકેએસ ભદૌરિયાએ પૂર્વ સેક્ટરની મુલાકાત લીધી છે. તો આ તરફ વિદેશ મંત્રાલયે કહ્યું કે, ચીન 4 મહિનાથી સરહદ પર યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી રહ્યો છે, જ્યારે આપણે વાતચીત દ્વારા વિવાદનો ઉકેલ લાવવા માટે મથી રહ્યા છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post