• Home
  • News
  • ચાહકો કન્ફ્યૂઝ:તો શું ઐશ્વર્યા રાય બીજીવાર પ્રેગ્નન્ટ છે? બેબી બમ્પ છુપાવતી તસવીરો સો.મીડિયામાં વાઇરલ
post

એશે 2007માં લગ્ન કર્યાં અને 2011માં દીકરીને જન્મ આપ્યો હતો.

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-27 11:27:11

બોલિવૂડ એક્ટ્રેસ ઐશ્વર્યા રાય બચ્ચન હાલમાં ચેન્નઈમાં મણિરત્નમની તમિળ ફિલ્મ 'પોન્નિઇન સેલવન'નું શૂટિંગ કરે છે. એશ પતિ અભિષેક તથા દીકરી આરાધ્યા સાથે અહીંયા છે. 25 જુલાઈના રોજ ઐશ્વર્યા ફિલ્મના કો-સ્ટાર સરથ કુમારના ઘરે પરિવાર સાથે આવી હતી. શરથ કુમારની દીકરી તથા એક્ટ્રેસ વરલક્ષ્મીએ સો.મીડિયામાં આ મુલાકાતની તસવીરો શૅર કરી હતી.

તસવીરો વાઇરલ
ઐશ્વર્યા રાયની આ તસવીરો સો.મીડિયામાં ઘણી જ વાઇરલ થઈ છે. જોકે, સો.મીડિયા યુઝર્સ આ તસવીરો જોઈને એવું અનુમાન કરી રહ્યાં છે કે એક્ટ્રેસ પ્રેગ્નન્ટ છે. અનેક યુઝર્સે ઐશ્વર્યા રાયનો બેબી બમ્પ દેખાતો હોવાની વાત કહી છે તો કેટલાંકે એમ પણ કહ્યું કે એશ તસવીરોમાં બેબી બમ્પ છુપાવી રહી છે..

 

સો.મીડિયામાં તસવીર શૅર કરીને આ વાત કહી
વરલક્ષ્મીએ સો.મીડિયામાં તસવીરો શૅર કરીને કહ્યું હતું, 'ગઈ કાલે ત્રણ બહુ જ નમ્ર લોકો સાથે મુલાકાત થઈ. ઐશ્વર્યા રાય બચ્ચન, અભિષેક બચ્ચન તથા તેમની પ્રેમાળ દીકરી આરાધ્યા બચ્ચન. બહુ જ મોટા ખાનદાનમાંથી આવતા હોવા છતાંય આ તમામ ઘણાં જ નમ્ર તથા ભલા લોકો છે. તેમણે જે પ્રેમ આપ્યો તેનાથી ઘણી જ ખુશ છું. તમે અમારી સાથે સમય પસાર કર્યો અને અમારી મુલાકાત લીધી તે ઘણું જ સ્વીટ હતું. ભગવાન તમારા પરિવારને ખુશીઓ આપે.'

ઐશ્વર્યાનું વજન વધ્યું હોય તેમ લાગ્યું
ઐશ્વર્યા રાય બચ્ચને બ્લેક ઓફ શોલ્ડર ટોપ પહેર્યું હતું. આ તસવીરમાં એશનું વજન વધ્યું હોય તેમ લાગે છે. એક તસવીરમાં ઐશ્વર્યા હાથથી પોતાનો બેબી બમ્પ છુપાવતી હોય તેમ લાગે છે.

છેલ્લે 2018માં સ્ક્રિન પર જોવા મળી હતી
ઐશ્વર્યા રાય છેલ્લે 2018માં ફિલ્મ 'ફન્ને ખાન'માં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ તથા અનિલ કપૂર હતા. બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ફ્લોપ રહી હતી.

દીકરી 10 વર્ષની થશે
ઉલ્લેખનીય છે કે ઐશ્વર્યા રાયે 2007માં 20 એપ્રિલના રોજ અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા હતા. 2011માં 16 નવેમ્બરે ઐશ્વર્યાએ દીકરી આરાધ્યાને જન્મ આપ્યો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post