• Home
  • News
  • અલવિદા ડૉ.આશાબેન પટેલ, સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં અંતિમવિધિ કરાઈ
post

મલ્ટી ઓર્ગન ફેલ થવાને કારણે આશાબેન પટેલનું અવસાન થયું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2021-12-13 10:32:42

મહેસાણા: મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું રવિવારે અવસાન થતા આજે સિદ્ધપુરમાં અંતિમવિધિ કરવામા આવી અંતિમવિધિ માટે સિદ્ધપુરના સરસ્વતી મુક્તિધામમાં જરુરી વ્યવસ્થાઓ પણ ઊભી કરવામા આવી હતી. આજે સવારે 8 વાગ્યે ઊંઝા APMC ખાતેથી તેઓની અંતિમયાત્રા કઢાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ યાત્રા બરોડા બેંક, વિજય સોસાયટી, સજ્જન બેંક, ગોકુલધામ, ઉમિયા માતાજી ચોક, ઉમા સોસાયટી રોડ, વિશ્વકર્મા રોડ, ગાંધીચોક, ઊંઝા નગરપાલિકાથી અંડર બ્રિજ થઈ તેઓના ગામ વિસોળ ખાતે લઇ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્યાંથી અંતિમવિધિ માટે સિદ્ધપુર લઈ જવામાં આવ્યા.

મલ્ટી ઓર્ગન ફેલ્યોર થતાં થયું નિધન:

મહેસાણા જિલ્લાના ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલનું ડેન્ગ્યુને કારણે મલ્ટી ઓર્ગન ફેલ થતા રવિવારે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિધન થયું હતું. અમદાવાદમાં સારવાર દરમિયાન નિધન થયા બાદ તેમના પાર્થિવદેહને ઊંઝા લઈ જવામાં આવ્યો હતો. ઊંઝા APMCમાં અંતિમ દર્શન માટે રખાયેલા પાર્થિવદેહના મોટી સંખ્યામાં લોકોએ અંતિમ દર્શન કર્યાં હતાં.

મુખ્યમંત્રીએ પરિવારજનોને મળી સાંત્વના પાઠવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઊંઝાના ધારાસભ્ય ડો.આશા બહેન પટેલના દુઃખદ અવસાન અંગે ઊંડા શોકની લાગણી વ્યકત કરી શ્રદ્ધાંજલી પાઠવી છે.મુખ્યમંત્રી ડો.આશા બહેનના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે રવિવારે ઊંઝા પહોંચ્યા હતા અને સદગતને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. મુખ્યમંત્રીએ ડો.આશા બહેન પટેલે એક જાગતિક જન પ્રતિનિધિ તરીકે જનસેવા સાથે લોક પ્રશ્નોના ઉકેલ માટે સતત કાર્યરત રહીને એક સંનિષ્ઠ ધારાસભ્ય તરીકે આપેલી સેવાઓની સરાહના કરી હતી.સ્વ.આશા બહેનના આત્માની શાશ્વત શાંતિની પ્રભુ પ્રાર્થના પણ કરી હતી.

કડવા પાટીદારનો શિક્ષિત ચહેરો
ડૉ. આશાબેન પટેલ વિશ્વભરમાં પથરાયેલાં કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝામાં સક્રિય રીતે જોડાયેલાં હતાં. વર્ષ 2019માં યોજાયેલા ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞની મહત્વપૂર્ણ નાણાં કમિટીનાં ચેરમેન તરીકે સફળતાપૂર્વક જવાબદારી વહન કરી હતી. તેઓ ઉમિયા માતાજી સંસ્થા ટ્રસ્ટ ઊંઝાનાં કારોબારી સભ્ય પણ હતાં. તેમણે ચોર્યાસી કડવા પાટીદાર મહિલા સમાજનાં મહામંત્રી, ચોર્યાસી કડવા પાટીદાર ઉત્તેજક મંડળનાં સભ્ય તરીકે પણ સેવા આપી હતી. સમાજિક કાર્યોથી સંખ્યાબંધ લોકોના જીવનમાં પરિવર્તન લાવ્યાં હતાં. છેવાડાના વ્યક્તિ સાથે ઘનિષ્ઠ નાતો સંપર્ક હોઇ ખૂબ સારી લોકપ્રિયતા ધરાવતાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post