• Home
  • News
  • ખેડૂતો વાતચીત માટે દરવાજે બેઠા છે અને સરકાર કોલની વાત કરે છે: અકાલી
post

રવિવારની સર્વપક્ષીય બેઠકમાં મોદીએ કહ્યું હતું કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત માટે સરકાર એક ફોન કોલ છેટે જ છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-02-02 10:56:59

એક સમયે કેન્દ્ર ખાતેની એનડીએ સરકારના એક સમયના ઘટકપક્ષ શિરોમણિ અકાલીદળે કૃષિ કાયદા મુદ્દે પ્રવર્તી રહેલી મડાગાંઠના મુદ્દે વિરોધ જાહેર કરતાં નાણા પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા રજૂ થઇ રહેલા બજેટ સમયે સભાત્યાગ કર્યો હતો. મોદી કેબિનેટના એક સમયના અન્ન પુરવઠાપ્રધાન હરસિમરત બાદલે નારાજગી જાહેર કરતા જણાવ્યું હતું કે, ‘કમનસીબી છે કે ખેડૂતો દ્વાર પર બેઠા છે ત્યારે સરકાર ફોન કોલની વાત કરી રહ્યા છે. મહિનાઓથી ખેડૂતો હાડ ગાળતી ઠંડીનો સામનો કરતા બેઠા હોવા છતાં રાષ્ટ્રપતિના સંયુકત સત્ર સંબોધનમાં કે પછી વડા પ્રધાનના કાર્યક્રમ મન કી બાતમાં તેનો ઉલ્લેખ ના થયો તે બાબત શરમજનક છે. ૧૦૦ જેટલા ખેડૂતોના મૃત્યુ થઇ ચૂક્યા છે. મહિનાઓથી ખેડૂતો દ્વાર પર બેઠા છે. આૃર્ય છે કે તેઓ હજી ફોન કોલની પ્રતીક્ષા કરી રહ્યા છે. ૧૧ રાઉન્ડની વાતચીત પછી તેમને હૈયાધારણ આપવાની જરૂર છે કે હવે વધુ લોકોને મરવાની જરૂર નથી. આપણે હજી ફોન કોલ્સની વાત કરી રહ્યા છીએ.’  રવિવારની સર્વપક્ષીય બેઠકમાં મોદીએ કહ્યું હતું કે કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત માટે સરકાર એક ફોન કોલ છેટે જ છે.

રાકેશ ટિકૈત દ્વારા કૃષિ માટે અલગ બજેટની માગણી :

બજેટ રજૂ થવાના દિવસે ખેડૂત નેતા રાકેશ ટિકૈતે જણાવ્યું હતું કે ખેડૂતોના વિવિધ પ્રશ્નોના સમાધાન માટે સરકારે ખેડૂતો માટે અલગથી બજેટ રજૂ કરવું જોઇએ. તેમણે ખેડૂતોને આપેલી લોન માંડી વાળવાની પણ માગણી કરી હતી. ગાઝીપુર સરહદે ખેડૂત આંદોલન સ્થાને ટિકૈતે જણાવ્યું હતું કે ખેડૂતોને વિનામૂલ્યે વીજળી પૂરી પાડવાની દિશામાં પણ સરકારે વિચારવું જોઇએ. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે આવક સહાયની રકમમાં વધારો થવો જોઇએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post