• Home
  • News
  • ખેડૂતોનું દિલ્હી ચલો આંદોલન:દિલ્હી-હરિયાણા સીમા પર CRPF અને પોલીસ બટાલિયન તહેનાત, 2 વાગ્યા સુધી મેટ્રો રેલ બંધ
post

ખેડૂતોએ કહ્યું- રોકશો તો દિલ્હી જતા રસ્તા જામ કરી દેશુ

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-26 11:54:40

કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ 26થી 26 નવેમ્બરે સુધી દિલ્હી ચલો આંદોલનની શરૂઆત કરી છે. તે માટે દિલ્હી-હરિયાણા સીમા પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. દિલ્હી-ફરિદાબાદ બોર્ડર પર પોલીસ ફોર્સ ઉપરાંત CRPFની 3 બટાલિયન તહેનાત કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આવતા-જતા દરેક વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. હોમગાર્ડના જવાનો પણ તહેનાત છે. સીનિયર ઓફિસર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. અમે દરેક સ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છીએ. ખેડૂત રેલીને ધ્યાનમાં રાખીને દિલ્હી-NCRમાં મેટ્રો બપોરે 2 વાગ્યા સુધી બંધ કરી દેવામાં આવી છે.

1 લાખ ખેડૂતો ભેગા થવાની શક્યતા
કૃષિ કાયદા વિરુદ્ધ પંજાબના હજારો ખેડૂતોએ હરિયાણા સીમામાં પ્રવેશ કર્યો છે. હરિયાણા સરકારે પંજાબ બોર્ડર સીલ કરી દીધી છે. ખેડૂત સંગઠનનો દાવો છે કે, ગુરુવારે અહીં સીમા પર 1 લાખથી વધારે ખેડૂતો ભેગા થશે. બીજી બાજુ બુધવારે ચંદીગઢ-દિલ્હી હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો. અંબાલા હાઈવે પર ભેગા થયેલા ખેડૂતોને વેર વિખેર કરવા માટે સેનાએ તેમના પર પાણીનો મારો કર્યો હતો. પરિણામે ગુસ્સે થયેલા ખેડૂતોએ બેરિકેડ્સ તોડી દીધા હતા. અહીં તાત્કાલીક કલમ 144 લગાવી દેવામાં આવી અને 100થી વધારે ખેડૂતોની ધરપકડ કરવામાં આવી હતી.

ખેડૂતોએ કહ્યું- રોકશો તો દિલ્હી જતા રસ્તા જામ કરી દેશુ
હરિયાણા સરકારે એક મોટો નિર્ણય લેતા કહ્યું કે, ખેડૂત આંદોલન ચાલુ રહેશે તો રાજ્યની રોડવેઝની કોઈ બસ પંજાબ નહીં જાય. તે ઉપરાંત દરેક ડેપોને 5-5 વધારાની બસો રાખવાનો આદેશ આપવામાં આવ્યો છે. અંબાલાના મોહડામાં ભાકિયૂના પ્રદેશ અધ્યક્ષ ગુરનામ સિંહ ચઢૂનીના નેતૃત્વમાં રાજ્યમાં ઘણાં જિલ્લાના ખેડૂતો ભેગા થયા છે. તેમણે આગળ વધવાનો પ્રયત્ન કરતાં પોલીસે તેમને રોક્યા હતા.

આ દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઝપાઝપી થઈ હતી. ખેડૂતોએ બેરિકેડ પણ તોડી નાખ્યા હતા. ત્યારે હરિયાણા પોલીસે ખેડૂતોને રોકવા માટે વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. જ્યારે બીજી બાજુ દિલ્હી પોલીસ કહી ચૂકી છે કે, જો કોરોના દરમિયાન ખેડૂતો દિલ્હી આવશે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તે વિશે ખેડૂતોએ કહ્યું છે કે, તેમને રોકવામાં આવશે તો તેઓ દિલ્હી જતો રસ્તો રોકી લેશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post