• Home
  • News
  • બિલનો વિરોધ:ગાંધીજયંતી પર ખેડૂતોના દેખાવો, પંજાબમાં રેલ રોકો અભિયાન, દિલ્હી સુધી ઘેરાવ
post

કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિડિયો-સંદેશ જાહેર કરીને ખેડૂતોની માગને યોગ્ય ઠેરાવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-02 11:56:05

કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલા કૃષિ બિલને લઈને ખેડૂતોનો ગુસ્સો હજી શાંત થયો નથી. દેશના અલગ-અલગ ભાગોમાં સતત દેખાવો થઈ રહ્યા છે. શુક્રવારે પંજાબમાં ખેડૂતો દ્વારા રેલ રોકો અભિયાન ચાલુ રહેશે, સાથે જ ઉત્તરપ્રદેશ, દિલ્હીની આસપાસના વિસ્તારોમાં પણ વિરોધ થશે. ખેડૂતોની માગ છે કે સરકાર MSP આપવાની વાત બિલમાં સામેલ કરે.

ખેડૂતોને લોહીનાં આંસુથી રડાવી રહી છે મોદીસરકારઃ સોનિયા ગાંધી
કોંગ્રેસ-અધ્યક્ષ સોનિયા ગાંધીએ વિડિયો-સંદેશ જાહેર કરીને ખેડૂતોની માગને યોગ્ય ઠેરાવી છે અને મોદીસરકાર પર નિશાન સાધ્યું છે. સોનિયાએ આરોપ લગાવ્યો છે કે મોદીસરકાર ખેડૂતોને લોહીનાં આંસુથી રડાવી રહી છે. સોનિયાએ પૂછ્યું કે ખેડૂતોની રક્ષા કોણ કરશે, શું સરકારે આ અંગે વિચાર્યું છે ?

સતત નવમા દિવસે રેલ રોકો અભિયાન
પંજાબના અમૃતસરમાં કિસાન મજદૂર સંઘર્ષ કમિટી છેલ્લા નવ દિવસથી પાટા પર બેઠી છે. કમિટીના સુખવિંદર સિંહનું કહેવું છે કે દેખાવો પાંચ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે અને પછીથી આગળનો નિર્ણય લઈશું.

adv

Related News

post
post
post
post
post
post
post