• Home
  • News
  • મોદી કેબિનેટના 6 નિર્ણય : ખેડૂતોને તેમની ઈચ્છા પ્રમાણે પાક વેચવાની સ્વતંત્રતા મળશે, કોલકાતા પોર્ટનું નામ શ્યામા પ્રસાદ મુખર્જી રાખવા મંજૂરી
post

ખેડૂતો સીધા વ્યાપારીઓને ઉપજોનું વેચાણ કરી શકશે, કિંમત નક્કી કરવામાં વધુ સ્વતંત્રતા મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-04 09:26:02

નવી દિલ્હી: કેબિનેટની બેઠકમાં આજે ખેડૂતોને લગતા ત્રણ મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. ખેડૂતોને લગતા બે નવા વટહૂકમ (Ordinance)માં કેટલાક સુધારાને પણ મંજૂરી આપી છે. તેનાથી ખેડૂતોને તેમની ઈચ્છાથી પાક વેચવાની સ્વતંત્રતા મળશે. વચેટીયાઓની ભૂમિકાનો અંત આવશે. સરકારે ગયા મહિને આત્મનિર્ભર ભારત પેકેજ હેઠળ આ સુધારાની જાહેરાત કરી હતી. 

કેબિનેટના 6 નિર્ણય

1. ફાર્મિંગ પ્રોડક્ટ્સ ટ્રેડ એન્ડ કોમર્સ ઓર્ડિનન્સ-2020ને મંજૂરી
ખેડૂતોને તેમના પાક પોતાની અનુકૂળતા પ્રમાણે વેચવાની સ્વતંત્રતા મળશે. વટહુકમ લાગૂ થયા બાદ ખેડૂતો જ્યાં પણ ઈચ્છે ત્યાં અને ગમે તેમને વેચાણ કરી શકે છે. ઈ-ટ્રેડિંગ મારફતે ખરીદ-વેચાણ થઈ શકશે. ખેડૂતોને પાકની સારી કિંમત મળશે. એક દેશ, એક બજારની દિશામાં આ સૌથી મોટું પગલું માનવામાં આવે છે.

2. ધ ફાર્મર્સ એગ્રીમેન્ટ પ્રાઈઝ ઈન્સ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસિસ ઓર્ડિનન્સ-2020ને મંજૂરી
ખેડૂતો અને ટ્રેડર એગ્રીમેન્ટ કરી શકશે. તેમા લઘુત્તમ કિંમત અગાઉથી નક્કી કરવાની હશે. આ સંજોગોમાં ખેડૂતોને નુકસાન થવાનું જોખમ નહીં રહે. જો પાક આવ્યા બાદ કિંમત વધારે હોય તો વ્યાપારીને થતા ફાયદામાં ખેડૂતને પણ હિસ્સો મળશે.

3. આવશ્યક ચીજવસ્તુ અધિનિયમમાં સુધારાને મંજૂરી

અનાજ, તેલ, કઠોળ, દાળ, બટાકા અને ડુંગળીને આ કાયદામાંથી બહાર રાખવામાં આવેલ છે. તેના પર હવે સ્ટોક લિમિટ લાગૂ નહીં થાય. ખેડૂત જેટલી પણ ઈચ્છે એટલી નિકાસ કરી શકે છે, તે સ્ટોક પણ કરી શકે છે. ફક્ત આપદા, યુદ્ધ તથા ખૂબ જ મોંઘવારીના સંજોોગમાં જ સ્ટોરેજ સંબંધિત પ્રતિબંધ લાગુ થશે.

4. પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ્સ બનશે

દેશમાં રોકાણ વધારવા માટે એમ્પાવર્ડ ગ્રુપ ઓફ સેક્રેટરીઝ (EGoS) અને પ્રોજેક્ટ ડેવલપમેન્ટ સેલ્સ (PDCs) તૈયાર કરવા મંજૂરી. એ વાતને ધ્યાનમાં રાખવી પડશે કે રોકાણકારોએ સરકારી વિભાગો અને મંત્રાલયો પાસે સમયસર મંજૂરી મળી જાય. સાથે દેશમાં રોકાણ વધારવાની યોજના તૈયાર કરવામાં આવશે અને વિદેશી રોકાણકરોને મદદ મળશે.

5. કોલકાતા પોર્ટનું નામ બદલવામાં આવશે

કેબિનેટે કોલકાતા પોર્ટનું નામ શ્યામા પ્રસાદ મુખર્જી રાખવા મંજૂરી આપી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 11 જાન્યુઆરીના રોજ આ અંગે જાહેરાત કરી હતી.

6. મેડિસિન એન્ડ હોમિયોપેથી કમિશનની રચના થશે

આયુષ મંત્રાલય હેઠળ ફાર્માકોપિયા કમિશન ફોર ઈન્ડિયન મેડિસિન એન્ડ હોમિયોપેથી બનાવવામાં આવશે. ગાઝીયાબાદમાં આયુષ મંત્રાલયના બે લેબ્સ છે. આ બન્ને લેબ્સનું તેની સાથે વિલિનીકરણ થઈ રહ્યું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post