• Home
  • News
  • સુશાંત કેસમાં નવો વળાંક:પિતા કે કે સિંહે જૂનમાં મુંબઈ પોલીસને કહ્યું હતું, સુશાંતે નિરાશામાં આવીને આત્મહત્યા કરી હશે
post

સુશાંતના પિતા કે કે સિંહે 16 જૂનના રોજ મુંબઈ પોલીસને નિવેદન આપ્યું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-03 12:16:35

સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં અત્યાર સુધી પાંચ તપાસ એજન્સીએ તપાસ કરી છે પરંતુ ત્રણ મહિના બાદ પણ હજી સુધી એ નક્કી નથી કરી શકી કે આ આત્મહત્યા છે કે હત્યા. આ દરમિયાન સુશાંતના પિતા કે કે સિંહે 16 જૂનના રોજ મુંબઈ પોલીસને આપેલા નિવેદનની કૉપી સામે આવી છે. તેમણે કહ્યું હતું કે સુશાંતે નિરાશામાં આવીને આત્મહત્યા કરી હશે. તેમને કોઈની પર શંકા કે ફરિયાદ નથી. જોકે, કે કે સિંહના આ નિવેદન પર તેમના વકીલ વિકાસ સિંહે કહ્યું હતું કે મુંબઈ પોલીસને મરાઠીમાં નિવેદન લેવાની ના પાડી હતી પરંતુ મુંબઈ પોલીસે મરાઠીમાં લખેલા નિવેદન પર પરિવારની સહી કરાવી હતી.

કે કે સિંહે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે 14 જૂન પહેલા સુશાંત સિંહની તબિયત ઠીક નહોતી. છેલ્લે 7 જૂનના રોજ સુશાંત સાથે વાત થઈ હતી. પોલીસને આપેલા નિવેદનમાં કે કે સિંહે રિયા ચક્રવર્તીનો ઉલ્લેખ કર્યો નહોતો.

સુશાંતના પિતાએ મુંબઈ પોલીસને શું કહ્યું હતું?

·         હું 30 વર્ષથી પટનામાં રહું છું. મારી પત્ની ઉષાનું 2002માં નિધન થયું હતું. મારે ચાર દીકરી તથા એક દીકરો છે.

·         મારો દીકરો સુશાંત 13 મે, 2019ના રોજ પટના આવ્યો હતો. આ અમારી છેલ્લી મુલાકાત હતી

·         15 મે, 2019ના રોજ સુશાંતનો મુંડન સમારંભ હતો. તે બિલકુલ તણાવમાં નહોતો. 16 મેના રોજ તે પાછો મુંબઈ જતો રહ્યો હતો. હું તેને વ્હોટ્સએપ મેસેજ કરતો હતો

·         સુશાંત મારા મેસેજના જવાબ પણ આપતો હતો. તે વ્યસ્ત હોવાથી તેને હું ફોન કરતો નહોતો. સુશાંત જ મને ફોન કરતો અને અમે ચેટમાં વાતો કરતા હતા. તે મને ફોન કરીને પૂછતો હતો કે કોઈ વસ્તુની જરૂર તો નથી? તે મારા હાલચાલ પણ પૂછતો અને હું જવાબ પણ આપતો હતો.

·         સુશાંતે સાત જૂન, 2020ના રોજ છેલ્લે ફોન કર્યો હતો અને મેં તેને કહ્યું હતું કે તને પટના આવે એક વર્ષ કરતાં વધુનો સમય થઈ ગયો. તું ઈચ્છે તો પટના આવી જા. તો તેણે જવાબ આપ્યો હતો કે જોઉં છું, તબિયત ઠીક નથી. ઠીક થશે એટલે આવી જઈશ.

 

સુશાંતના પિતાએ કહ્યું, ટીવી પર દીકરાના મોતના સમાચાર મળ્યા હતા

·         હું પટના મારા ઘરમાં હતો. 14 જૂનના રોજ બપોરે 2.30 વાગે ટીવીના માધ્યમથી મને ખબર પડી કે સુશાંતે આત્મહત્યા કરી લીધી છે. ત્યારબાદ હું હોશમાં નહોતો અને મને ચક્કર આવવા લાગ્યા હતા. હું મારા ભત્રીજા નીરજ સિંહ તથા અન્ય સંબંધીઓ સાથે મુંબઈ આવ્યો હતો.

·         અમે દીકરા સુશાંતના અંતિમ સંસ્કાર વિલે પાર્લે (પશ્ચિમ)માં 15 જૂનની સાંજે પાંચથી છની વચ્ચે કર્યા હતા. ત્યારબાદ અમે સુશાંતે બાંદ્રામાં જે ફ્લેટ ભાડે લીધો હતો, ત્યાં આવી ગયા હતા.

·         મેં કોઈને કંઈ પૂછ્યું નહીં અને કોઈએ મને કંઈ પૂછ્યું નથી. મને ખબર નથી કે મારા દીકરાએ આત્મહત્યા કેમ કરી હતી

·         તેની સાથે ક્યારેય તણાવ અંગેની ચર્ચા થઈ નથી. મને કોઈના પર શંકા કે ફરિયાદ નથી. મને લાગે છે કે સુશાંતે નિરાશામાં આવીને આત્મહત્યા કરી હશે.

નિવેદનની કૉપી પ્રમાણે, સુશાંતના પિતાએ એમ પણ કહ્યું હતું કે મુંબઈ પોલીસે આ નિવેદન મરાઠીમાં લખ્યું છે અને મને હિંદીમાં સમજાવ્યું છે.

સુશાંતની બહેન મીતુએ સ્વીકાર્યું હતું, ભાઈ ડિપ્રેશનમાં હતો
આ પહેલા સુશાંતની બહેન મીતુ સિંહે 16 જૂનના રોજ મુંબઈ પોલીસને આપેલું નિવેદન સામે આવ્યું હતું. આ નિવેદનમાં મીતુએ સુશાંત ડિપ્રેશનમાં હોવાની વાત માની હતી. મીતુના મતે, સુશાંત ડિપ્રેશનમાં હતો અને 2013માં મનોચિકિત્સકની સલાહ લીધી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post