• Home
  • News
  • પિતાએ પાઈલટ દીકરીને કહ્યું, ‘દેશના કામમાં પાછી પાની ન હોય, જે કરવું પડે તે કરવાનું જ હોય’
post

સ્વાતિ રાવલ ઈટાલીથી ભારતીયોને પાછા લાવી હતી, મૂળ ભાવનગરની સ્વાતિએ ગુજરાતનું ગૌરવ વધાર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-24 11:12:23

અમદાવાદઃ ગુજરાતની દિકરી સ્વાતી રાવલે જનતા કર્ફ્યૂના દિવસે ઇટાલીથી ઇન્ડિયાની ફ્લાઇટ ઉડાવીને રાજ્ય અને દેશને ગૌરવ અપાવ્યું છે. ભાસ્કરે મૂળ ભાવનગરની સ્વાતિના પિતા સાથે વાત કરી તેની પાઇલટ બનવા સુધીની સફર જાણી. સ્વાતિના પિતા એસ.ડી. રાવલે કહ્યું કે, સ્વાતિ એનસીસી એર વિંગમાં હતી ત્યારે ઓફિસરોએ તેની ક્ષમતાને ઓળખીને એક દિવસે અમને વડોદરા બોલાવ્યા હતાં. તેમણે કહ્યું હતું કે તમારી દીકરીમાં પાઇલટ બનવાની ક્ષમતા છે અને જો તમે રજા આપો તો અમે તેને આગળ લઇ જઇએ. વડોદરમાં પ્રાથમિક તાલીમ બાદ તેને તેનું શિક્ષણ રાયબરેલીમાં આવેલી ઇન્દિરા ગાંધી ઉરન એકેડમીમાંથી લીધું. 2006માં તેની ટ્રેનિંગ પતી અને એર ઇન્ડિયાએ તેને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં જ સિલેક્ટ કરી લીધી. જ્યારે ઇટાલી જવાની વાત થઇ  ત્યારે મેં એક જ વાત કીધી એેને કે દીકરી દેશનું કામ હોય ત્યારે પાછી પાની ન હોય. જે પણ કરવું પડે તે કરવાનું જ હોય.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post