• Home
  • News
  • ફાતિમા સના શેખ વાઈની બીમારીથી પીડિત:કહ્યું, 'દંગલ'ના સેટ પર સૌ પહેલાં બીમારીનું નિદાન થયું
post

ફાતિમાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે છેલ્લે 'થાર'માં અનિલ કપૂર તથા હર્ષવર્ધન કપૂર સાથે જોવા મળી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2022-11-14 18:35:26

મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ ફાતિમા સના શેખે હાલમાં જ સો.મીડિયામાં પોતાના જીવનની અજાણી વાત શૅર કરી હતી. ફાતિમાએ કહ્યું હતું કે તેને વાઈ (એપીલેપ્સી) જેવી બીમારી છે. એક્ટ્રેસે કહ્યું હતું કે તે એક્સર્સાઇઝ તથા મેડિસિનની મદદથી આ બીમારીનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરે છે. જોકે, ફાતિમાને છે કે આ બીમારીને કારણે તેના પ્રોફેશનલ કામમાં કોઈ અડચણ આવી નથી. 'દંગલ'ના સેટ પર તેને આ બીમારીની સૌ પહેલા જાણ થઈ હતી. ફાતિમાએ કહ્યું હતું કે હવે તે આ બીમારી સાથે જીવન જીવતા શીખી ગઈ છે.

આ બીમારીને કારણે કામમાં કોઈ અડચણ આવી નથીઃ ફાતિમા
ફાતિમા સના શેખે પોતાના ચાહકો સાથે વાતચીત કરવા માટે એક સેશન યોજ્યું હતું અને પોતાના જીવન અંગેની વાત શૅર કરી હતી. આ દરમિયાન તેણે વાઈ સાથેના સંઘર્ષ અંગે પણ કહ્યું હતું. ચાહકોએ તેને આ બીમારી અંગે સવાલ કર્યો હતો. એક ચાહકે પૂછ્યું હતું કે શું વાઈની બીમારી તેના કામને અસર કરે છે? જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું, 'આ બીમારીએ મને વધુમાં વધુ કામ કરવાની પ્રેરણા આપી છે, કારણ કે આનાથી મને આગળ વધવાનું મોટિવેશન મળે છે. મારા કામના જુનૂન પર બીમારીથી રતિભારનો ફેર પડ્યો નથી.'

જૂતા સૂંઘાડવાની વાત માત્ર મિથ છે
ફાતિમાને એક ચાહકે પૂછ્યું હતું કે એવી વાતો થાય છે કે વાઈના દર્દીઓને જૂતાં સૂંઘાડવાથી સારું થઈ જાય છે? ફાતિમાએ જણાવ્યું હતું કે આવું ક્યારેય ના કરશો. આ માત્ર મિથ છે. લોકોએ પણ તેની સાથે આવું કર્યું હતું. એક ફૅને સવાલ કર્યો હતો કે નાનપણથી વાઈની બીમારીથી પીડિત વ્યક્તિએ વર્કઆઉટ કરવું જોઈએ કે નહીં? ફાતિમાએ રિપ્લાય આપતા કહ્યું હતું કે તે વર્કઆઉટ કરે છે. વાઈના હુમલા આવતા રહે છે, પરંતુ તમે ડૉક્ટરની મદદ લઈ શકો છો. ફાતિમાએ વાઈની બીમારીની દવા કહેવાની ચોખ્ખી ના પાડી દીધી હતી.

'દંગલ'ના સેટ પર બીમારીનું નિદાન થયું
ફાતિમાએ કહ્યું હતું કે ફિલ્મ 'દંગલ'ની ટ્રેનિંગ દરમિયાન તેને આ બીમારી હોવાનું નિદાન થયું હતું. તે સેટ પર બેભાન થઈ ગઈ હતી અને જ્યારે આંખ ખુલી ત્યારે તે હોસ્પિટલમાં હતી. જોકે, શરૂઆતમાં તેને આ વાત સ્વીકારતા ખાસ્સો સમય લાગ્યો હતો, પરંતુ ધીમે ધીમે તે આ બીમારી સાથે જીવતા શીખી ગઈ હતી. હવે ચે એક્સર્સાઇઝ ને મેડિસિનની મદદથી બીમારીમાંથી સાજી થવાનો પ્રયાસ કરે છે.

ફાતિમાના અપકમિંગ પ્રોજેક્ટ્સ
ફાતિમાના અપકમિંગ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તે છેલ્લે 'થાર'માં અનિલ કપૂર તથા હર્ષવર્ધન કપૂર સાથે જોવા મળી હતી. તે 'ધક ધક' ફિલ્મમાં કામ કરી રહી છે. આ ઉપરાંત 'સામ બહાદુર'માં તે સ્વ. પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના રોલમાં જોવા મળશે.

adv

Related News

post
post
post
post
post
post
post