• Home
  • News
  • સરકારના ભારેખમ પેકેજથી રોકાણકારોમાં ભય, સેન્સેક્સ 542 અને નિફ્ટી 169 પોઈન્ટ નીચે ખુલ્યા
post

બજાજ ફાઈનાન્સ, નેસ્લે, કોટક મહિન્દ્રા, આઈટીસી, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર વધ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 10:10:10

મુંબઈ: ભારતીય શેરબજારમાં આજે ઘટાડા સાથે શરૂઆત થઈ હતી. સેન્સેક્સ 542 પોઈન્ટ અને નિફ્ટી 169 પોઈન્ટ ઘટીને ખુલ્યા હતા. આ પહેલા બુધવારે બજાર વધારા સાથે બંધ થયા હતા. કાલે સવારે સેન્સેક્સ 1470 પોઈન્ટ અને નિફ્ટી 387 પોઈન્ટ વધીને ખુલ્યા હતા. જોકે ટ્રેડિંગના અડધા કલાકમાં જ સેન્સેક્સ ઘટીને 600 પોઈન્ટના વધારા પર આવી ગયો હતો. દિવસના અંતે સેન્સેક્સ 637 પોઈન્ટ વધીને 32,008 અને નિફ્ટી 187 પોઈન્ટ વધીને 9,383ની સપાટીએ બંધ થયો હતો.

બજાજ ફાઈનાન્સ, નેસ્લેના શેર વધ્યા, એનટીપીસી, ઈન્ફોસિસના શેર ઘટ્યા

સેન્સેક્સ પર હાલ બજાજ ફાઈનાન્સ, નેસ્લે, કોટક મહિન્દ્રા, સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. બજાજ ફાઈનાન્સ 4.13 ટકા વધી 2250.50 પર કારોબાર કરી રહ્યો છે. નેસ્લે 1.78 ટકા વધી 16812 પર કારોબાર કરી રહ્યો છે. જોકે એનટીપીસી, ઈન્ફોસિસ, પાવરગ્રીડ, ટેક મહિન્દ્રા, ઈન્ડસઈન્ડ બેન્કના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એનટીપીસી 3.76 ટકા ઘટી 89.50 પર કારોબાર કરી રહ્યો છે. ઈન્ફોસિસ 3.54 ટકા ઘટી 669.35 પર કારોબાર કરી રહ્યો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post