• Home
  • News
  • 'બિગ બોસ'ના સ્પર્ધકોની ફી:'ઈમલી' ફૅમ સુમ્બુલ સૌથી મોંઘી સ્પર્ધક, જાણો ડિરેક્ટર સાજિદ ખાનને અઠવાડિયે કેટલા રૂપિયા મળે છે?
post

ફેમસ મિસ ઇન્ડિયાની રનર અપ માન્યા સિંહના પિતા ઓટો-ડ્રાઇવર છે. શોમાં માન્યાને દર અઠવાડિયે 6-7 લાખ રૂપિયા મળે છે

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-04 18:50:06

મુંબઈ: 'બિગ બોસ 16' પહેલી ઓક્ટોબરથી શરૂ થઈ ગયું છે. શોમાં ટીના દત્તા, અંકિત ગુપ્તા, સુમ્બુલ તૌકીર, નિમરત કૌર આહલુવાલિયા જેવા સેલેબ્સ જોવા મળ્યાં છે. આ શોમાં સ્પર્ધકોને મળતી ફી ચર્ચાનો વિષય છે. આજે જાણીએ કયા સ્પર્ધકે કેટલી ફી લીધી છે?

સુમ્બુલ તૌકીર

'ઈમલી' સિરિયલથી ઘેર-ઘેર જાણીતી બનેલી સુમ્બુલે 'બિગ બોસ'માં ગ્રાન્ડ એન્ટ્રી લીધી છે. તેણે પોતાના ડાન્સથી ચાહકોનું દિલ જીતી લીધું હતું. એક્ટ્રેસ આ સીઝનની હાઇએસ્ટ પેડ સ્પર્ધક હોવાનું કહેવાઈ રહ્યું છે. સુમ્બુલને દર અઠવાડિયે 12 લાખ રૂપિયા મળે છે.

અંકિત ગુપ્તા

'ઉડારિયાં' ફૅમ અંકિત ગુપ્તાનેદર અઠવાડિયે 5-6 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

પ્રિયંકા ચાહર ચૌધરી

ટીવી સિરિયલ 'ઉડારિયાં' ફૅમ એક્ટ્રેસ પણ આ શોમાં સ્પર્ધક તરીકે જોવા મળે છે. તેની અને અંકિત ગુપ્તાની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી જ પસંદ છે. બંનેએ કપલ તરીકે જ એન્ટ્રી લીધી છે. પ્રિયંકાને દર અઠવાડિયે પાંચ લાખ રૂપિયાની ફી આપવામાં આવે છે.

ટીના દત્તા

'ઉતરન' ટીવી સિરિયલથી લોકપ્રિય થયેલી એક્ટ્રેસ ટીના આ શોની સ્ટ્રોંગ સ્પર્ધક હોવાની ચર્ચા છે. ટીના દર અઠવાડિયે 8-9 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

નિમરત કૌર અહલુવાલિયા

'છોટી સરદારની' ફૅમ એક્ટ્રેસ નિમરત કૌર આ શોની પહેલી કેપ્ટન પણ છે. આ શો માટે તેણે દર અઠવાડિયે 8 લાખ રૂપિયા લીધા છે.

સાજિદ ખાન

બોલિવૂડ ડિરેક્ટર-પ્રોડ્યુસર સાજિદ ખાન વિવાદાસ્પદ સ્પર્ધકોમાંથી એક છે. સાજિદને ચારથી પાંચ લાખ રૂપિયા દર અઠવાડિયે મળે છે.

માન્યા સિંહ

ફેમસ મિસ ઇન્ડિયાની રનર અપ માન્યા સિંહના પિતા ઓટો-ડ્રાઇવર છે. શોમાં માન્યાને દર અઠવાડિયે 6-7 લાખ રૂપિયા મળે છે.

સૌંદર્યા શર્મા

સૌંદર્યા શર્મા શોની હોટેસ્ટ સ્પર્ધકમાંથી એક છે. સૌંદર્યા ડિજિટલ પ્લેટફોર્મ પર જાણીતી છે. આ શો માટે તેણે દર અઠવાડિયે 4-5 લાખ રૂપિયા ફી લીધી છે.

adv

Related News

post
post
post
post
post
post
post