• Home
  • News
  • અંતે ગુજરાત સરકારે ‘ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ’ T3 સ્ટ્રેટેજી મુજબ કોરોનાના કેસ ઘટાડવાની નવી ફોર્મ્યુલા અપનાવી
post

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 80 હજાર નજીક

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-18 11:51:12

અમદાવાદ: ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસને કાબૂમાં લેવા હવે રાજ્યના આરોગ્ય વિભાગ એ ‘T3 સ્ટ્રેટેજીએટલે કે Test, Treat,અને Track મુજબ કામગીરી કરવા માટેના આદેશો કરતો પરિપત્ર બહાર પડ્યો છે.

ટેસ્ટિંગ અંગે વડાપ્રધાને રાજ્ય સરકારને ટકોર કરી હતી
ગુજરાતમાં ટેસ્ટિંગ અને ટ્રેકિંગ ઓછા થતા હોવાનું વારંવાર અનેક તજજ્ઞો અને કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું. છતાં સરકારે આ વાત ગંભીરતાથી લીધી નહીં પરિણામે તાજેતરમાં જ મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રીને ટેસ્ટિંગ વધારવાની ટકોર કરતા જ સરકાર હરકતમાં આવી ગઈ હતી અને આ મામલે વધુ એક પરિપત્ર બહાર પાડી આદેશ આપ્યો છે.

T3 સ્ટ્રેટેજી

·         ટેસ્ટઃ શંકાસ્પદ દર્દીને વહેલી તકે શોધવી તેનો લેબોરેટરી ટેસ્ટ કરવવો

·         ટ્રીટઃ શોધાયેલા દર્દીના રોગની સ્થિતિ ધ્યાને રાખી તેને તાત્કાલિક સારવાર માટે ખસેડવો

·         ટ્રેકઃ શોધાયેલા દર્દીના સંપર્કમાં આવેલા તમામ લોકોને ઝડપથી શોધવા

રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 80 હજાર નજીક
રાજ્યમાં પાંચ દિવસ કોરોના ટેસ્ટિંગ વધારવામાં આવ્યા બાદ આજે ફરી રાજ્યમાં કોરોનાના દરરોજ થતાં ટેસ્ટનો આંકડો 50 હજારની નીચે ગયો છે. આજે રાજ્યમાં 45540 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ 1358364 ટેસ્ટ થયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 1033 કેસ સામે આવ્યા છે અને 15 દર્દીના મૃત્યુ થયા છે, તો 1083 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે રાજ્યમાં અત્યારસુધીમાં નોંધાયેલા કેસનો આંકડો 79816એ પહોંચ્યો છે, જ્યારે મૃત્યુઆંક 2802 થયો છે. અત્યારસુધીમાં કુલ 62567 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14435 એક્ટિવ કેસમાંથી 69 વેન્ટિલેટર પર છે જ્યારે 14366 દર્દીની હાલત સ્થિર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post