• Home
  • News
  • આખરે ઈરાની વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ:બોમ્બ હોવાની માહિતીને આધારે દિલ્હીમાં ઊતરવાની મંજૂરી નહોતી મળી, સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો
post

ઈરાનનું વિમાન 45 મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યું

Written By newsonline | Ahmedabad | Published: 2022-10-03 18:59:08

ઈરાનથી લઈને ભારત અને ચીન સુધી ખળભળાટ મચાવનાર ઈરાનના પ્લેન W581એ આખરે પોતાના ગંતવ્ય ગ્વાંગઝૂમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું છે. આ સાથે ઈરાન, પાકિસ્તાન, ભારત અને ચીનની સુરક્ષા એજન્સીઓએ રાહતનો શ્વાસ લીધો છે. ઈરાનની ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ વિમાન ભારતીય હવાઈક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું નહોતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ હતી. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝથી આ ફ્લાઈટ પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યાં હતાં. આ ઘટનાને પગલે દેશનાં તમામ એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકવામાં આવ્યાં હતાં.

ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું નહોતું:

ઈરાનની ફ્લાઈટમાં બોમ્બ મળ્યાના સમાચાર બાદ હંગામો મચી ગયો હતો. આ વિમાન ભારતીય હવાઈક્ષેત્રમાં હતું. ભારતે પ્લેનને દિલ્હીમાં લેન્ડ થવા દીધું નહોતું. પ્રાપ્ત માહિતી અનુસાર, ભારતીય વાયુસેના પણ એલર્ટ પર આવી ગઈ છે. વાયુસેનાએ પંજાબ અને જોધપુર એરબેઝની ઉડાન પાછળ બે સુખોઈ એરક્રાફ્ટ મૂક્યાં છે.

તહેરાનથી ગ્વાંગઝૂ જઈ રહ્યું હતું વિમાન, પાઇલટે જયપુરમાં લેન્ડિંગનું સૂચન સ્વીકાર્યું નહીં
દિલ્હી એટીસીનાં સૂત્રોએ જણાવ્યું હતું કે વિમાન ઈરાનથી ચીનના ગ્વાંગઝૂ જઈ રહ્યું હતું. બોમ્બની માહિતી પર મહાન એરએ દિલ્હી એરપોર્ટ એટીસીનો સંપર્ક કર્યો હતો. દિલ્હી એટીસીએ વિમાનને જયપુર જવાનું સૂચન કર્યું હતું, પરંતુ એરક્રાફ્ટના પાઇલટે ઇનકાર કર્યો હતો અને ભારતીય હવાઈ ક્ષેત્ર છોડી દીધું હતું. જોકે વિમાન ચીન તરફ આગળ જઈ રહ્યું છે.

દિલ્હીમાં લેન્ડિંગ માટે મંજૂરી આપવામાં ન આવી
ભારતમાંથી પસાર થી રહેલા ઈરાનના વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં જ ભારતીય સુરક્ષા એજન્સીઓ સતર્ક થઈ ગઈ હતી. તરત જ ભારતીય વાયુસેનાને એલર્ટ કરવામાં આવી હતી.
ઈરાનના વિમાનને દિલ્હીમાં લેન્ડિંગ માટે મંજૂરી આપવામાં આવી નહોતી. આ બાબતે પંજાબ અને જોધપુર એરબેઝના બે સુખોઈ એરક્રાફ્ટને ઈરાની એરક્રાફ્ટની પાછળ લગાવી દેવામાં આવ્યાં હતાં. જોકે વિમાનમાં બોમ્બ હોવાની કોઈ પુષ્ટિ થઈ નથી. સુરક્ષા એજન્સીઓ મામલામાં નજર રાખી રહી છે.

ઈરાનનું વિમાન 45 મિનિટ સુધી ભારતીય હવાઈ ક્ષેત્રમાં રહ્યું
ઈરાનનું વિમાન લગભગ 45 મિનિટ સુધી ભારતીય એરસ્પેસમાં રહ્યું હતું. આ દરમિયાન આખો સમય અશાંતિનો માહોલ રહ્યો હતો. હવે દેશનાં તમામ એરપોર્ટને એલર્ટ પર મૂકવામાં આવ્યાં છે. એરફોર્સને કોઈપણ ઈમર્જન્સીનો સામનો કરવા માટે તૈયાર રહેવા માટે કહેવામાં આવ્યું છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post