• Home
  • News
  • નાણાં પ્રધાનની 15 જાહેરાતઃ 45 લાખ નાના ઉદ્યોગોને 2 લાખ કરોડનું ધિરાણ, TDSમાં આવતીકાલથી 25%નો ઘટાડો
post

આવક વેરા રિટર્ન ભરવાની અવધી 30 નવેમ્બર સુધી વધારવામાં આવી

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-14 09:10:00

નવી દિલ્હી. 20 લાખ કરોડ રૂપિયાના આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ નાણાં પ્રધાન સીતારમણે બુધવારે 15 જાહેરાત કરી. તેમા 6 જાહેરાત નાના-મધ્યમ ઉદ્યોગો માટે, 3 જાહેરાત ટેક્સ સંબંધિત, 2 જાહેરાત એમ્પ્લોઈમેન્ટ પ્રોવિડેન્ટ ફંડ, 2 જાહેરાત નોન- બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ માટે અને એક-એક જાહેરાત પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓ તેમ જ રિયલ એસ્ટેટ સેક્ટર માટે હતી.

આ જાહેરાતથી કોને ફાયદો

·         45 લાખ એવા ઉદ્યોગ કે જેમનું ટર્નઓવર 100 કરોડ રૂપિયાથી ઓછું છે

·         2 લાખ એવા નાના ઉદ્યોગો કે જે મુશ્કેલીમાં છે

·         2 કરોડ લોકોને રોજગારી આપનારા રિયલ એસ્ટેટ સેક્ટરને

·         10 લાખ સંસ્થાઓને, જેમના 5 કરોડ કર્મચારીના પીએફ પ્રત્યેક મહિને જમા થાય છે

નાણાં પ્રધાનની 15 જાહેરાત
1.
ઈન્કમ ટેક્સ રિટર્નની તારીખ 30 નવેમ્બર સુધી વધારી
વર્ષ 2019-2020 માટે ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈથી વધારી 30 નવેમ્બર કરવામાં આવી છે. ટેક્સ ઓડિટની અંતિમ તારીખ પણ 30 સપ્ટેમ્બરથી વધારી 31 ઓક્ટોબર કરવામાં આવી છે. ઈન્કમ ટેક્સના રિફંડ પણ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે. રિફંડનો લાભ ચેરિટેબલ ટ્રસ્ટ, નોન-કોર્પોરેટ બિઝનેસને તેનો લાભ મળશે. તેના કાર્યક્ષેત્રમાં પ્રોપરાઈટરશિપ, પાર્ટનરશિપ, કો-ઓપરેટીવ્ઝ આવે છે.

2. ડીટીએસમાં 25 ટકાનો કાપ, નિર્ણય કાલથી અમલી

શુ મળશેઃ કોઈ પણ વેતનવાળા પેમેન્ટ માટે ટેક્સ ડિડક્શન એટ સોર્સ અને ટેક્સ કલેક્શન એટ સોર્સમાં 25 ટકાનો કાપ મુકવામાં આવશે. તેનાથી ટેક્સપેયર્સ પર 50 હજાર કરોડ રૂપિયાનો બોજ ઘટશે.
કઈ પેમેન્ટ પર મળશેઃ જ્યારે તમે કોઈ કોન્ટ્રેક્ટ માટે પેમેન્ટ, પ્રોફેશનલ ફી, ઈન્ટરેસ્ટ, ભાડુ, ડિવિડન્ડ, કમિશન અને બ્રોકરેજ આપો છો તો તેના પર ઓછું ટીડીએસ લાગશે.
કેવી રીતે મળશેઃ ટીડીએસના નવા દર કાલથી એટલે કે ગુરુવાર 14 મેથી લાગુ થશે. આ ચુકાદો 31 માર્ચ 2021 સુધી લાગુ રહેશે.

3. રિયલ એસ્ટેટ ડેવલપર્સને મોટી રાહત
શું ફાયદોઃ એવા રિયલ એસ્ટેટ ડેવલપર્સને કે જેમના પ્રોજેક્ટ 25 માર્ચ કે ત્યારબાદ પૂરા થવાના હતા.
શું ફાયદોઃ એવા પ્રોજેક્ટો કે રજિસ્ટ્રેશન અને કમ્પ્લીશનની ટાઈમલાઈન આપમેળે જ 6 મહિના માટે વધી જાય છે.
કેવી રીતે મળશેઃ કોઈ પણને તે માટે અલગ-અલગથી એપ્લિકેશન આપવાની જરૂર નથી. જો રેગ્યુલેટરી ઓથોરિટીને જરૂરી લાગે છે તો કમ્પ્લીશનની ટાઈમલાઈનને વધુ ત્રણ મહિના માટે વધારી શકાય છે. ટાઈમલાઈન વધાર્યા બાદ પોતાના રિયલ એસ્ટેટ પ્રોજક્ટોને નવા પ્રોજેક્ટ કમ્પ્લીશન સર્ટીફિકેટ મળી શકશે. આ માટે કેન્દ્ર રાજ્યોને એડવાઈરી જારી કરશે.
4.
નાના ઉદ્યોગોને 3 લાખ કરોડ રૂપિયાની ઓટોમેટીક લોન
કોને મળશેઃ 45 લાખ જેટલા નાના, કુટીર અને ગૃહ ઉદ્યોગોને. જેમને 25 લાખ કરોડ રૂપિયા ચુકવવાના બાકી છે. જેમનું ટર્નઓવર 100 કરોડ છે.
કેવી રીતે મળશેઃ તે કોલેટરલ ફ્રી ઓટોમેટિક લોન હશે. એટલે કે તેના બદલામાં તમારે ગેરન્ટી આપવી નહીં પડે. ગેરન્ટી ફી પણ આપવી નહીં પડે. આ ઋણ 4 વર્ષ માટે રહેશે. પ્રિન્સિપલ એટલે કે મૂળ રકમ ચુકવવા માટે 12 મહિનાની રાહત મળશે.
ક્યારે મળશેઃ આ સ્કીમનો 31 ઓક્ટોબર, 2020 સુધી ફાયદો ઉઠાવી શકાય છે.

5. સંકટમાં ચાલી રહેલા નાના ઉદ્યોગો માટે રૂપિયા 20 હજાર કરોડ
કોને મળશેઃ 2 લાખ નાના, કુટીર અને ગૃહ ઉદ્યોગોને
શું મળશેઃ ઉદ્યોગોના પ્રમોટરોને બેન્કથી ધિરાણ મળશે. તેના દાયરામાં એવા ઉદ્યોગો આવશે, કે જે નોન પર્ફોમિંગ એસેટ્સ બની ગઈ છે કે સંકટની સ્થિતિમાં ચાલી રહ્યા છે.
કેવી રીતે મળશેઃ સરકાર ક્રેડિટ ગેરન્ટી ફંડ ટ્રસ્ટ ફોર માઈક્રો એન્ડ સ્મોલ એન્ટરપ્રાઈઝને પૈસા આપશે. આ ટ્રસ્ટ બેન્કને પૈસા આપશે. ત્યારબાદ બેન્કોથી ઉદ્યોગોને ફંડ મળશે.

6. નાના ઉદ્યોગો માટે રૂપિયા 50નું ફંડ
કોને મળશેઃ એવા નાના ઉદ્યોગો કે જેમની પાસે નાણાંની અછત છે, પણ જેમના વિકાસની સંભાવના છે.
શું મળશેઃ 10 હજાર કરોડ રૂપિયાની શરૂઆત સાથે એક ફંડ બનાવવામાં આવશે, તે મધર ફંડ હશે. તેના મારફતે રૂપિયા 50 હજાર કરોડના ડોટર ફંડ એકત્રિત કરવામાં આવશે.
કેવી રીતે મળશેઃ નાના ઉદ્યોગોને તેમનો આકાર વધારવામાં મદદ મળશે. તેમને સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ કરવા પ્રોત્સાહન અપાશે.7. એમએસએમઈની પરિભાષા બદલવામાં આવી

7. એમએસએમઈની પરિભાષા બદલવામાં આવી
શું થયુંઃ મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર માટે હવે નાના ઉદ્યોગોની પરિભાષા એક જ કરવામાં આવી છે.માઈક્રો એટલે કે ખુબ જ નાના ઉદ્યોગ કહેવાય છે, જ્યાં 1 કરોડનું રોકાણ કરવામાં આવે છે અને 5 કરોડનું રોકાણ છે અને 5 કરોડ ટર્નઓવર છે. સ્મોલ એટલે કે નાના ઉદ્યોગ એવા છે કે જ્યાં રૂપિયા 10 કરોડનું રોકાણ છે અને 50 કરોડનું ટર્નઓવર છે. મીડિયમ એટલે કે મધ્યમ કક્ષાના ઉદ્યોગ કે જે રૂપિયા 20 કરોડનું રોકાણ અને રૂપિયા 100 કરોડનું ટર્નઓવર છે.
ફાયદો શું છેઃ જ્યાં હવે વધારે ઉદ્યોગ એમએસએમઈના દાયરામાં આવશે.
8. 200
કરોડ રૂપિયા સુધીના સરકારી ટેન્ડરમાં દેશના ઉદ્યોગોને તક
અગાઉ શું થતું હતુંઃ ગ્લોબલ ટેન્ડરને લીધે વિદેશી કંપનીઓ ટેન્ડર હાંસલ કરવાની દોડમાં રહેતી હતી અને ઘરેલુ નાના ઉદ્યોગોને તક મળતી ન હતી.
હવે શું થશેઃ સરકાર જો 200 કરોડ રૂપિયાની ખરીદી કરશે તો તે માટે ગ્લોબલ ટેન્ડર જારી નહીં કરવામાં આવે. જનરલ ફાયનાન્સિયલ રુલ્સમાં ફેરફાર કરવામાં આવશે. જેથી દેશના નાના ઉદ્યોગોને ટેન્ડર મેળવવામાં તક મળશે.

9. નાના ઉદ્યોગોના બાકી ચુકવવામાં આવશે

સરકાર અને સરકારી સાહસો આગામી 45 દિવસમાં એમએસએમઈની તમામ બાકી ચુકવણી કરશે.

10. ઈપીએફમાં 2500 કરોડોનો સપોર્ટ
શું મળશેઃ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ હેઠળ એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડમાં એમ્પ્લોઈના 12 ટકા અને એમ્પ્લોઈના 12 ટકા હિસ્સો આપવામાં આવતા હતા. તે માર્ચ, એપ્રિલ અને મે માટે હતા. હવે તેને ત્રણ મહિના લંબાવવામાં આવેલ છે.
ક્યારે મળશેઃ જૂન, જુલાઈ અને ઓગસ્ટના વેતનના ઈપીએફ કોન્ટ્રીબ્યુશનમાં પણ સરકાર મદદ કરશે. આ મદદ રૂપિયા 2500 કરોડ હશે.
કોને મળશેઃ 3.67 લાખ એવી સંસ્થાને તેનો ફાયદો મળશે. જ્યાં 72.22 લાખ એમ્પ્લોઈ કામ કરે છે. આ એમ્પ્લોઈ કે જેમનું વેતન 15 હજારથી ઓછું છે અને જે 100થી ઓછા એમ્પ્લોઈ ધરાવતી સંસ્થાઓમાં કામ કરી રહ્યા છે. તેમના પીએફ અકાઉન્ટમાં સરકાર 24 ટકા હિસ્સો જમા કરશે.

11.ઈપીએફમાં હવે 12 ટકાને બદલે 10 ટકા કોન્ટ્રીબ્યુશન
શું મળશેઃ આગામી ત્રણ મહિના સુધી એમ્પ્લોઈ પ્રોવિડેન્ટ ફંડમાં એમ્પ્લોઈયર અને એમ્પ્લોઈના કોન્ટ્રીબ્યુશનને 12 ટકાને બદલે 10 ટકા કરવામાં આવ્યુ છે.
કોને મળશેઃ આગામી ત્રણ મહિના સુધી આ સંસ્થોના 6750 કરોડ બચશે.
કોને નહીં મળશેઃ એવા કામકાજીઓ કે જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજના દાયરામાં આવતા નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારોના પલ્બિક એન્ટરપ્રાઈઝમાં કામ કરવા માટે 12-12 ટકા કોન્ટ્રીબ્યુશન જારી રહેશે.

12. ઋણ આપનારી કંપનીઓ માટે લિક્વિડિટી સ્કીમ
શું મળશેઃ 30 હજાર કરોડો રૂપિયાના ખાસ લિક્વિડિટી સ્કીમની શરૂઆત થશે.
કેવી રીતે મળશેઃ આ પંડની સંપૂર્ણ ગેરન્ટી સરકારની હશે.

13. ઋણ આપનારી કંપનીઓ માટે ગેરન્ટી સ્કીમ
શુ મળશેઃ 45 હજાર કરોડ રૂપિયાની પાર્શિયલ ગેરન્ટી સ્કીમ
કોને મળશેઃ નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઝ, હાઉસિંગ ફાયનાન્સ કંપની અને માઈક્રો ફાયનાન્સ ઈન્સ્ટિટ્યુશન્સને, જેમના ક્રેડિટ રેટિંગ ઓછા છે અને જે એમએસએમઈ કે ઈન્ડિવિડ્યુઅલ્સને ઋણ આપવા માગે છે.
કેવી રીતે મળશેઃ ઋણ આપવા પર જો નુકસાન થાય છે તો તેનો 20 ટકા બોજ સરકાર વહન કરશે.

14. પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને મદદ
શું મળશેઃ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને 90 હજાર કરોડ રૂપિયાની મદદ મળશે, કારણ કે તેમની આવકમાં ઘણો ઘટાડો થયો છે.
શાં માટે મળશેઃ અત્યારે ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને પાવર જનરેશન કંપનીઓ અને ટ્રાન્સમિશન કંપનીઓને 94 હજાર કરોડની ચુકવણી કરવાની છે, પાણ તેની પાસે પૈસાની અછત છે.
15.
કોન્ટ્રેક્ટર્સને રાહત
રેલવે, માર્ગ પરિવહન રાજમાર્ગ અને સીપીડબ્લ્યુડી જેવી સેન્ટ્રલ એજન્સીઓના કોન્ટ્રેક્ટર્સને તેમના પ્રોજેક્ટ પૂરા કરવા માટે વધુ છ મહિનાનો સમય આપવામાં આવશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post