• Home
  • News
  • જાણો... કોણ છે એકનાથ શિંદે, જેમણે મહારાષ્ટ્રના રાજકારણમાં મચાવી ઉથલ-પાથલ
post

એકનાથ શિંદેને સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા હતા અને તેમને માતો શ્રીના વફાદાર કહેવામાં આવતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2022-06-21 11:55:37

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાન પરિષદ ચૂંટણીના પરિણામ આવ્યા બાદ શિવસેનામાં ભંગાણ થયુ હોવાના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્ર સરકારના કેબિનેટ મંત્રી એકનાથ શિંદે સાથે શિવસેનાનો સંપર્ક થઈ રહ્યો નથી અને તેઓ પાર્ટીના 17 ધારાસભ્યો સાથે ગુજરાતની એક હોટલમાં રોકાયેલા છે. 

કોણ છે એકનાથ શિંદે?

એકનાથ શિંદેનો જન્મ 9 ફેબ્રુઆરી 1964માં થયો હતો અને વર્તમાન મહારાષ્ટ્ર સરકારના નગરવિકાસ મંત્રી છે. એકનાથ શિંદે શરૂઆતથી જ શિવસેના સાથે જોડાયેલા છે અને વર્તમાનમાં થાણેની પછપાખડી વિધાનસભા બેઠકથી ધારાસભ્ય છે. તેઓ મહારાષ્ટ્ર વિધાનસભામાં સતત 4 વખત 2004, 2009, 2014 અને 2019માં ચૂંટાયા છે. એકનાથ શિંદેને સીએમ ઉદ્ધવ ઠાકરેના નજીકના ગણાતા હતા અને તેમને માતો શ્રીના વફાદાર કહેવામાં આવતા હતા. માતો શ્રી મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેનો આવાસ છે.

1980ના દાયકામાં શિવસેનામાં સામેલ થયા

1970-80ના દાયકાના મહારાષ્ટ્રના કોઈ પણ અન્ય યુવાનની જેમ એકનાથ શિંદે પર પણ શિવસેના સુપ્રીમો બાલાસાહેબ ઠાકરેનો મોટો પ્રભાવ હતો. તેઓ 1980ના દાયકામાં શિવસેનામાં સામેલ થયા અને તેમણે કિસાન નગરના શાખા પ્રમુખ નિયુક્ત કરવામાં આવ્યા. ત્યારથી તેઓ પાર્ટી દ્વારા સામાજિક અને રાજકીય મુદ્દાને લઈને અમુક આંદોલનોમાં સૌથી આગળ રહ્યા. 

2004માં પહેલીવાર પહોંચ્યા વિધાનસભા

વર્ષ 1997માં એકનાથ શિંદેને શિવસેનાએ થાણે નગર નિગમ ચૂંટણીમાં કાઉન્સિલરની ટિકિટ આપી અને તેમણે ભારે બહુમતથી જીત પ્રાપ્ત કરી. 2001માં તેઓ થાણે નગર નિગમમાં સદનના નેતા તરીકે ચૂંટાયા અને 2004 સુધી આ પદ પર રહ્યા. વર્ષ 2004માં એકનાથ શિંદેને બાલાસાહેબ ઠાકરેએ થાણે વિધાનસભા ચૂંટણી લડવાની તક આપી અને તેમણે ભારે બહુમતથી જીત મેળવી.

2014માં ચૂંટાયા વિધાયક દળના નેતા

એકનાથ શિંદેએ વર્ષ 2005માં શિવસેના થાણે જિલ્લા પ્રમુખના પ્રતિષ્ઠિત પદ પર નિયુક્ત કરવામાં આવ્યા. જે બાદ તેઓ 2009, 2014 અને 2019ના વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવી. 2014ની ચૂંટણી બાદ એકનાથ શિંદેને શિવસેનાના ધારાસભ્ય દળના નેતા અને બાદમાં મહારાષ્ટ્ર વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા.

એકનાથ શિંદે બન્યા મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી

જે બાદ જ્યારે શિવસેના રાજ્ય સરકારમાં સામેલ થઈ તો એકનાથ શિંદેએ જાહેર બાંધકામ વિભાગના મંત્રી તરીકે શપથ લીધા. જે બાદ તેમણે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની જવાબદારી સંભાળી.

 

adv

Related News

post
post
post
post
post
post
post