• Home
  • News
  • એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં આગ:પાટણના ચારણકા પાસે આવેલા પ્લાન્ટમાં આગ લાગતા દોડધામ, ફાયરબ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો
post

એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ પણ ફાયર ફાઈટરની સુવિધા જ નહીં!

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-13 18:34:42

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા પાસે આવેલા એશિયાના સૌથી મોટા સોલાર પાર્કમાં વધુ એકવાર આગની ઘટના બનતા દોડધામ મચી છે. ભીષણ આગના કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

મળતી માહિતી મુજબ ચારણકા સોલાર પાર્કમાં આવેલા ભેલ કંપનીના 15 મેગાવોટના પ્લાન્ટમાં આગની ઘટના બની છે. ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફાયરબ્રિગેડની ટીમે ઘટનાસ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. શોટસર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

એશિયાનો સૌથી મોટો પ્લાન્ટ પણ ફાયર ફાઈટરની સુવિધા જ નહીં!
સાંતલપુર તાલુકામાં આવેલો ચારણકા સોલાર પ્લાન્ટ એશિયાનો સૌથી મોટો પાર્ક છે. પણ અહીં ફાયર ફાઈટરની કોઈ સુવિધા જ નથી. અહીં અવારનવાર આગની ઘટનાઓ બનતી રહેતી હોય છે ત્યારે આસપાસના તાલુકાઓમાંથી ફાયર ફાઈટરો બોલાવી આગ પર કાબૂ મેળવવો પડતો હોય છે.

adv

Related News

post
post
post
post
post
post
post