• Home
  • News
  • જબલપુરમાં પ્રાઈવેટ હોસ્પિટલમાં આગ, 8નાં મોત:ન્યૂલાઈફ હોસ્પિટલમાં શોર્ટસર્કિટથી દુર્ઘટના, 8 ગંભીર, 35 લોકો હજાર હતા
post

પોલીસના જણાવ્યા મુજબ જબલપુરના શિવનગરમાં ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એન્ટ્રેસ પોઈન્ટ પર બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-01 19:22:12

મધ્યપ્રદેશના જબલપુરમાં સોમવારે એક હોસ્પિટલમાં આગ લાગી ગઈ. આગને કારણે ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ખાક થઈ ગઈ. દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 8 લોકોનાં મોત નિપજ્યા છે. જ્યારે 8ની હાલત ગંભીર છે, જેમાંથી બે લોકોને ICUમાં દાખલ કરવામાં આવ્યા છે. દુર્ઘટના સમયે હોસ્પિટલમાં લગભગ 35 લોકો હાજર હતા. મોતનો આંકડો હજુ વધી શકે છે.

પોલીસના જણાવ્યા મુજબ જબલપુરના શિવનગરમાં ન્યૂ લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલના એન્ટ્રેસ પોઈન્ટ પર બપોરે લગભગ પોણા ત્રણ વાગ્યાની આસપાસ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી ગઈ. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જોતજોતમાં ત્રણ માળની બિલ્ડિંગ સંપૂર્ણપણે ખાક થઈ ગઈ. ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમ રેસ્ક્યૂ ઓપરેશન કરી રહી છે.

બીજા ફ્લોર પર સૌથી વધુ લોકોના મોત થયા. ઈજાગ્રસ્તોને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આગ લાગી તે પછી દર્દીને બચાવવા અંદર ગયા જે પાછા બહારે ન આવી શક્યા.

મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને મૃતકોના પરિવારને 5-5 લાખ રૂપિયા અને ગંભીર ઘાયલોને 50-50 હજાર રૂપિયાની મદદની જાહેરાત કરી છે.

આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ પહોંચી અને લગભગ એક કલાકની મહેનત પછી આગ પર કાબૂ મેળવી લીધો. 4 લોકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા છે. હોસ્પિટલમાં લગભગ 100 લોકોનો સ્ટાફ છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અન્ય જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યા છે.

ત્રણ માળની હોસ્પિટલ, દોઢ કલાકમાં ખાક
હોસ્પિટલ ત્રણ માળની છે, જેમાં બેડની સંખ્યા 30 છે. હોસ્પિટલના સંચાલકનું નામ ડોકટર સુદેશ પટેલ છે. આગ બપોરે લગભગ અઢીથી ત્રણ વાગ્યા વચ્ચે લાગી હતી. આગની ભયાનકતાનો ખ્યાલ તે વાત પરથી લગાવી શકાય છે કે દોઢ કલાકમાં જ ત્રણ માળની હોસ્પિટલ ખાક થઈ ગઈ. એસપી સિદ્ધાર્થ બહુગુણાએ જણાવ્યું કે બપોરના સમયે લાઈટ જતી રહી હતી, આ દરમિયાન જનરેટર ચાલુ થયું અને તેના કારણે શોર્ટ સર્કિટ થતા આગ ફેલાઈ ગઈ. આગ નીચથી ઉપર તરફ લાગી હતી.

પ્રાથમિક જાણકારીમાં હોસ્પિટલમાં દાખલ કેટલાંક દર્દીના મોત થયા હોવાનું જાણમાં આવ્યું છે. આગને કારણે હોસ્પિટલની અંદર ધુમાડો ભરાયો ગયો, જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓને બહાર કાઢવામાં ભારે મુશ્કેલી પડી હતી.

મુખ્યમંત્રીએ કહ્યું સારવારનો ખર્ચો સરકાર ઉઠાવશે
CM શિવરાજસિંહ ચૌહાણે ટ્વીટ કરતા દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું અને મૃતકના પરિવાર માટે વળતરની જાહેરાત કરી. મુખ્યમંત્રીએ લખ્યું, 'દુઃખના આ સમયમાં શોકાકુલ પરિવાર પોતાને એકલા ન સમજે, હું અને આખું મધ્યપ્રદેશ પરિવારની સાથે છે. રાજ્ય સરકાર તરફથી મૃતકના પરિવારને 5-5 લાખ રૂપિયા અને ગંભીર રીતે ઘાયલોને 50-50 હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવશે. ઘાયલોના સંપૂર્ણ ઈલાજનો ખર્ચ પણ સરકાર ઉઠાવશે.'

adv

Related News

post
post
post
post
post
post
post