• Home
  • News
  • ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટવાળા નીકળ્યાં, શ્રેય હોસ્પિટલે પરિવારજનોને જાણ ન કરી
post

શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે FIR દાખલ કરવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-06 10:57:57

અમદાવાદ: શહેરના નવરંગપુરા વિસ્તારમાં આવેલી કોવિડ-19 ડેઝિગ્નેટેડ શ્રેય હોસ્પિટલમાં ગત મધરાતે 3 વાગ્યાની આસપાસ અચાનક આગ ભભૂકી હતી. આ આગમાં કોરોનાના દર્દી એવા 5 પુરુષ અને 3 મહિલા સહિત 8 દર્દીના મોત થયા છે. ત્યારે આ દુર્ઘટના પાછળ ફાયર વિભાગ તેમજ હોસ્પિટલની મોટી બેદરકારી સામે આવી રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, શ્રેય હોસ્પિટલમાં માત્ર એક જ દરવાજો છે. ઉપરાંત ફાયર સેફ્ટીના સાધનોની તપાસ કરતા તે પણ એક્સપાયરી ડેટના નીકળ્યા છે. ત્યારે હોસ્પિટલે પણ મધરાતે લાગેલી આગમાં મોતને ભેટનાર દર્દીઓના પરિવારજનોને જાણ ન હતી કરી. પરિવારજનનો મીડિયા દ્વારા દુર્ઘટનાની જાણ થઈ હતી. હાલમાં હોસ્પિટલમાંથી 5 લોકોના મૃતદેહ પીએમ માટે લઇ જવામાં આવ્યા છે. હાલમાં શ્રેય હોસ્પિટલને સીલ કરાઈ છે અને તેની સામે FIR દાખલ કરવામાં આવી છે

adv

Related News

post
post
post
post
post
post
post