• Home
  • News
  • આજે સૌથી પહેલાં: કોરોના પર વિજયની શરૂઆતનો મહાસંકલ્પ
post

બરાબર સાંજે 5 વાગ્યે વાસણો, તાળીઓ, ઘંટી વગાડવાનો સિલસિલો શરૂ થયો અને તે 20 મિનિટ સુધી ચાલ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-23 08:14:59

અમદાવાદઃ આ ફક્ત તાળી, થાળી અને શંખનાદ ન હતો. એ દુનિયાની સૌથી ભયાનક મહામારી પર વિજય મેળવવાનો હિંદુસ્તાનનો મહાસંકલ્પ હતો. આપણા રાષ્ટ્રરક્ષકોના સન્માન માટે જન-જનની મહાઆરતી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક અપીલ પર રવિવારે સાંજ પાંચ વાગ્યે આખો દેશ એકજૂટ થઈ ગયો. શું અમીર, શું ગરીબ. શું બાળક અને શું વૃદ્ધ, શું મહિલા અને શું પુરુષ... બધા જ એકજૂટ દેખાયા. અમદાવાદથી લઈને કચ્છ સુધી. કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી. બરાબર સાંજે 5 વાગ્યે વાસણો, તાળીઓ, ઘંટી વગાડવાનો સિલસિલો શરૂ થયો અને તે 20 મિનિટ સુધી ચાલ્યો. દેશના સંકલ્પની ધણધણાટીથી આખું આકાશ ગુંજી ઉઠ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આવો, એક સંકલ્પ સાથે, આ જ સંયમ સાથે એક લાંબી લડાઈ માટે પોતાની જાતને સોશિયલ ડિસ્ટન્સિંગના બંધનોમાં બાંધી લઈએ.

આભાર રાષ્ટ્રરક્ષકો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ, 2020ના રોજ જનતા કર્ફ્યૂનું આહ્વાન કરીને તમામ નાગરિકોને આખો દિવસ ઘરમાં રહેવાનું આહવાન કર્યું હતું. આ અપીલનો હેતુ સમગ્ર દેશમાં ઝડપથી પ્રસરી રહેલા કોરોના વાઈરસની કાતિલ ચેઈન તોડવાનો હતો. આ દરમિયાન અનિવાર્ય સેવાઓ સાથે સંકળાયેલા નાગરિકો સિવાય બધાએ સંપૂર્ણ બંધ પાળ્યો. આ સ્થિતિમાં પણ દેશના એક પણ નાગરિકને કોઈ મુશ્કેલી ના પડી. આ માટે ડૉક્ટર, નર્સ, પોલીસ, મ્યુનિસિપાલિટીના કર્મચારી, સફાઈ કામદાર, પત્રકારો અને તેના વિતરકોને સલામ. તમે પણ સરહદ પર લડતા સૈનિકોથી કમ નથી. અમે પણ તમારી સાથે અડીખમ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post