• Home
  • News
  • અમદાવાદ-રાજકોટ હાઈવે રક્ત રંજીત બન્યો, વહેલી સવારે બે કલાકમાં બે અકસ્માત, 8ના મોત, 4 ઇજાગ્રસ્ત
post

આ પરિવારને સવારે અંબાજી દર્શન કરવા જવાનું હોવાથી રાતની મુસાફરીનું જોખમ લીધું હતું

Written By newsonline | Ahmedabad | Published: 2020-01-20 09:04:04

અમદાવાદઅમદાવાદ- રાજકોટ હાઈવે રક્ત રંજીત બન્યો છે.વહેલી સવારે બે કલાકમાં બે અકસ્માતમાં 8 લોકોના મોત નિપજ્યા છે.વહેલી સવારે ચાર વાગ્યે લીંબડીના દેવપરા ગામ નજીક કાર અને ટ્રક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં અમદાવાદના પરિવારના 5 લોકોનાં મોત થયા છે. જ્યારે સવારે 6 વાગ્યે બગોદરાના મીઠાપુર ગામના પાટિયા પાસે ઉભેલા ડમ્પર પાછળ કાર ઘુસી જતાં 3 લોકોના મોત નિપજ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, છેલ્લા એક વર્ષથી અમદાવાદ- રાજકોટ હાઈવે પર સિક્સ લેનનું કામ ચાલે છે. અનેક ડાયવરઝન અને નાના રોડના કારણે અકસ્માત થાય છે.

સુરેન્દ્રનગર દેવપરા ગામ નજીકનો અકસ્માત

લીંબડી હાઈ-વે ઉપર દેવપરા ગામ પાસે રવિવારે વહેલી સવારે સર્જાયેલા અકસ્માતમાં અમદાવાદના એક પરિવારના 5 સભ્યનાં મૃત્યુ થયાં છે. પરિવારના 10 સભ્ય સોમનાથ દર્શન કરીને પરત ફરતા હતા, ત્યારે ડ્રાઈવરને ઝોકું આવતાં કાર ડિવાઈડર કૂદીને સામેથી આવતા ડમ્પર સાથે અથડાઈ હતી. બાદમાં 5 ઈજાગ્રસ્તને અમદાવાદની એપોલો હૉસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

કારના કૂરચેકૂરચા નીકળી ગયા
પરિવારને સવારે અંબાજી દર્શન કરવા જવાનું હોવાથી રાતની મુસાફરીનું જોખમ લીધું હતું. શનિવારે સવારે 7 વાગ્યે સોમનાથ જવા નીકળેલો પરિવાર પરોઢિયે આશરે 4 વાગ્યે સોમનાથ પહોંચ્યો હતો. ત્યાં દર્શન કરીને રાત્રે 10 કલાકે પાછા અમદાવાદ આવવા નીકળ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. 21 કલાકની મુસાફરીમાં ડ્રાઈવરે સતત 15 કલાક ડ્રાઈવિંગ કર્યું હતું. અકસ્માતમાં મૃત્યુ પામેલા આંધ્ર પ્રદેશના વતની નાગેન્દ્રબાબુ પ્રસાદ બાડુ અમદાવાદના અસારવામાં સ્થાયી થયા હતા. તેઓ એક સ્થાનિક ન્યૂઝ ચેનલમાં મેકઅપ મૅન હતા. તેઓ વતનમાંથી મામા કે. સુબ્રમણ્યમને સોમનાથ દર્શનાર્થે લઈ જવા માંગતા હતા. તેથી તેઓ કાર ભાડે કરીને પરિવારના 10 સભ્યને સોમનાથ લઈ ગયા હતા. ત્યાંથી પરત ફરતી વખતે લીંબડી નેશનલ હાઈ-વે ઉપર દેવપરા ગામ નજીક ડ્રાઈવરને ઝોકું આવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈને રોંગ સાઈડમાં ફંગોળાઈ હતી. દરમિયાન સામેથી આવતા ડમ્પર સાથે કારની જોરદાર ટક્કર થતાં કારના ફૂરચેફૂરચા નીકળી ગયા હતા. કારના આગળના ભાગને જોરદાર નુકસાન થતાં આગળ અને વચ્ચે બેઠેલા લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે પાછળ બેઠેલા લોકોને ઈજા થઈ હતી.

અકસ્માતમાં ડ્રાઈવરનો ચમત્કારિક બચાવ
અકસ્માતમાં નાગેન્દ્રબાબુ પ્રસાદ બડુ, માધુરી શ્રીનિવાસ, રુચિત નાગેન્દ્રબાબુ બડુ, કુચુલીતા પ્રસાદ અને સોહનજી કેવલજી (ડ્રાઇવર)ને ઈજા થઈ હતી. તમામ હાલ સારવાર હેઠળ છે.

આંધ્ર પ્રદેશથી આવેલા પરિવારના ત્રણ સભ્યના મૃત્યુ
કે. સુબ્રમણ્યમ તંબારાવ (મામા)
રાજેશ્વરી કે. સુબ્રમણ્યમ (મામી)
ગણેશ કે.સુબ્રમણ્યમ્ (મામાનો પુત્ર)
ભવાની નાગેન્દ્રબાબુ બડુ
(
નાગેન્દ્રભાઇના પત્ની) અને અકીલ પ્રસાદનો સમાવેશ થાય છે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post