• Home
  • News
  • ગુજરાતમાં કોરોના વાયરસના 5 કેસ પોઝિટીવ: અ’વાદમાં આજે 2 નવા કેસ નોંધાતા ખળભળાટ
post

ગુરુવારે સાંજે રાજકોટ અને સુરતમાં એક એક કેસ પોઝિટીવ આવ્યા બાદ આજે વધુ બે કેસો પોઝિટીવ આવતા રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-20 12:08:14

અમદાવાદ : ચીનમાં વાયુ ગતિએ ફેલાયેલા કોરોના વાયરસે ચીનમાં તો હાહાકાર મચાવ્યો જ છે, ત્યારબાદ ગુજરાતમાં કોરોના વાયરસે પગપ્રેસરો કર્યો છે. આજે ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ આજે કોરોના વાયરસને લઈ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. જેમાં તેઓએ જણાવ્યું કે, ગુજરાતમાં કોરોના વાયરસના 5 કેસ પોઝિટીવ આવ્યા છે. ગુરુવારે સાંજે રાજકોટ અને સુરતમાં એક એક કેસ પોઝિટીવ આવ્યા બાદ આજે વધુ બે કેસો પોઝિટીવ આવતા રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગુજરાતનાં આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, અમદાવાદમાં કોરોના ગ્રસ્ત દર્દીઓના 2 નવા કેસો નોંધાયા છે. આજે અમદાવાદ અને વડોદરામાં એક-એક કેસ સામે આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના દર્દીઓ વધી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે, ગુજરાતમાં કોઈ કેસમાં દર્દી મનાઈ કરે તો પણ કાયદાકીય રીતે તેને હોસ્પિટલમાં રહેવાની ફરજ પાડવામાં આવશે.

ચીનમાં વાયુ ગતિએ ફેલાયેલા કોરોના વાયરસે ચીનમાં તો હાહાકાર મચાવ્યો જ છે, તેની સાથે દુનિયાના દેશોમાં પણ ફફડાટ ફેલાયો છે. કોરોના વાયરસનો ભારતમાં તો હજુ સુધી એક પણ કેસ નોંધાયો નથી, તેમ છતાં તમામ કાળજી રાખવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ ચીનથી આવતા લોકો અને ચીનમાં ફસાયેલા લોકોને મદદ કરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેના ભાગરૂપે આરોગ્ય વિભાગના મુખ્યસચિવે એક પ્રેસકોન્ફરન્સ કરીને માહિતી આપી હતી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post