• Home
  • News
  • સૌરાષ્ટ્રના હાલાર અને સોરઠમાં સાંબેલાધાર વરસાદ નદીઓમાં ઘોડા પૂર, વલસાડ જિલ્લો પણ તરબોળ
post

રવિવારે ખંભાળિયામાં 18 ઇંચ, રાણાવાવમાં 8 ઇંચ, પોરબંદરમાં 7, કુતિયાણામાં 5 અને ગિરનાર પર્વત પર 6 ઇંચ વરસાદ ખાબકતાં નદીઓમાં પૂર આવ્યાં હતાં.

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-06 10:27:07

અમદાવાદ: ખંભાળિયામાં 2 કલાકમાં જ 12 ઇંચ અને 8 કલાકમાં 18 ઇંચ જેટલો વરસાદ પડતાં શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા હતાં. કલ્યાણપુરમાં 5, લાલપુરમાં 2.5, કાલાવડ અને જામજોધપુરમાં 2, ભાણવડમાં 1.5, જોડિયામાં 1, જામનગરમાં 0.5 ઈંચ વરસાદ.

ગીર પંથકમાં અવિરત વરસાદથી નદીમાં પુર આવ્યું હતું અને પ્રાંચીમાં આવેલ માધવરાયજીનું મંદિર પાણીમાં ગરક થઇ ગયું હતું. સુત્રાપાડા પંથકમાં પડેલા 4 ઇંચ જેટલા વરસાદથી સરસ્વતી નદીમાં પુર આવ્યું હતું.

ધ્રોલ પંથકમાં ધોધમાર 2 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. શહેરના રસ્તાઓ પર ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા. જેથી વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.

ગિરનારમાં 6 ઇંચ જેટલો વરસાદ પડી જતાં નીકળતી સોનરખ નદીમા પુર આવ્યું જેથી દામોદરકુંડ છલકાયો હતો.

મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં 4 ઇંચ, માંડવીમાં 1, લખપત, નખત્રાણા અને હાજીપીરમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો.

દીવમાં દરિયા કિનારે લાંગરેલ 15 હોડી તણાઈ હતી. મહામુસિબતે માછીમારો પાછી કિનારે લાવ્યા હતા.

જૂનાગઢ અને ભવનાથ વિસ્તારમાં 3 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જેથી ભવનાથ મંદિર સામે પાણી ભરાયાં હતાં. 

વલસાડમાં 4, પારડીમાં 4, વાપીમાં 3.2, કપરાડામાં 3 ઇંચ વરસાદ પડતાં રસ્તા પર પાણી ફરી વળ્યાં હતાં.

 

adv

Related News

post
post
post
post
post
post
post