• Home
  • News
  • પહેલીવાર 35% અધિકારીઓ અને 50% જેસીઓ 23 માર્ચથી 1 સપ્તાહ સુધી ઘરેથી કામ કરશે, સૈનિકોની રજા 15 એપ્રિલ સુધી વધારાઈ
post

જવાનોના પહેલા સમૂહને 23 માર્ચ અને બીજા ગ્રૂપને 30 માર્ચથી આસોલેશનમાં મોકલાશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-21 12:17:59

નવી દિલ્હી: બુધવારે ભારતીય સેનાના એક જવાનને કોરોના વાઈરસનો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવ્યો છે. ત્યારપછી સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નવરણેએ શુક્રવારે ઈન્ફેક્શનને ટક્કર આપવા માટે આર્મીની તૈયારી જોઈ લીધી છે. સેનામાં ઈન્ફેક્શન રોકવા માટે અડ્વાઈઝરી જાહેર કરવામાં આવી છે. નવી એડ્વાઈઝરી પ્રમાણે 23 માર્ચથી સેનાના 35 ટકા અધિકારીઓ અને 50 ટકા જૂનિયર કમીશન્ડ અધિકારીઓ (જેસીઓ) એક સપ્તાહ સુધી હોમ આઈસોલેશનમાં રહીને ઘરેથી કામ કરશે. જનરલ નરવણેએ જણાવ્યું કે, સેનાનું પહેલું ગ્રૂપ 23 માર્ચથી આઈસોલેશનમાં જશે. જ્યારે બીજા ગ્રૂપનું હોમ આઈસોલેશન 30 માર્ચથી શરૂ થશે.

 

સેના મુખ્યાલયમાં કર્મચારીઓ અને અધિકારીઓની સંખ્યા ઓછી કરવાનો નિર્ણય કર્યો છે. 23 માર્ચથી માત્ર તે લોકો જ આર્મી હેડક્વાર્ટર આવશે જે ઈમરજન્સી સાથે જોડાયેલા છે. તે સાથે જ સેના હેડક્વાર્ટર પર ભીડ ન થાય તે માટે ઓફિસ સમયને બે ટાઈમમાં વહેંચી દેવામાં આવ્યો છે. તે પ્રમાણે ઓફિસનું પહેલુ ગ્રૂપ સવારે 9થી સાંજે સાડા પાંચ અને બીજુ ગ્રૂપ સવારે પોણા દસથી સવા છ વાગ્યા સુધી ઓફિસમાં રહેશે. સેના તરફથી જાહેર કરવામાં આવેલી એડ્વાઈઝરીમાં કાસ એ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, આઈસોલેશનમાં જનાર ગ્રૂપ એકબીજાને મળશે નહીં અને ઈલેક્ટ્રોનિક માધ્યમોથી એકબીજાના સંપર્કમાં રહેશે.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post