• Home
  • News
  • પ્રથમ વખત ચૈત્ર નવરાત્રિમાં જમ્મુથી મદુરાઈ સુધી માતાજીના મંદિરોમાં ભક્તો પર પ્રતિબંધ, વિદેશોના 13 શક્તિપીઠ પણ બંધ
post

હિમાચલથી ગુજરાત સુધી માતાજીના મંદિરોમાં એન્ટ્રી બંધ, મોટાભાગના મંદિરમાં 31 માર્ચ સુધી દર્શન શરૂ થશે નહિ

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-25 10:17:34

ભોપાલ : બુધવાર એટલે આજથી ચૈત્રી નવરાત્રી શરૂ થઈ રહી છે. ઈતિહાસમાં કદાચ આ પ્રથમ વખત એવું બન્યું હશે કે દેશમાં જમ્મુના વૈષ્ણવીદેવીથી મદુરાઈના મીનાક્ષી સુધીના તમામ માતાજીના મંદિરો નવરાત્રીમાં ભક્તો માટે બંધ રહેશે. મંદિરમાં નવરાત્રીની તમામ પૂજા તો થશે પરંતુ તેમનું દર્શન કરનાર કોઈ નહિ હોય. કોરનાવાઈરસના પગલે દેશના મંદિરો હાલ આમ લોકો માટે બંધ છે, માત્રા પૂજારીઓને જ મંદિરમાં પ્રવેશ મળી રહ્યો છે. જોકે મંદિરોએ ભક્તો માટે યુ-ટયુબ ચેનલ્સ અને મંદિરની વેબસાઈટ પર લાઈવ સ્ટ્રમિંગની વ્યવસ્થા કરી છે. બીજી તરફ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે તેનો 9 દિવસનો રામ જન્મ અને વિવાહ ઉત્સવ રદ કરી દીધો છે. દેશમાં રામનવમીના ઉત્સવો પર પણ તેની ભારે અસર પડશે.

ભારતમાં નવરાત્રિ એક મોટો ઉત્સવ છે. ચૈત્ર નવરાત્રિ એટલા માટે ખાસ છે કે હિન્દુ નવા વર્ષનો પ્રથમ દિવસ છે. આ દિવસથી જ વિક્રમ સંવતના નવા સંવત્સરની શરૂઆત થાય છે. 25 માર્ચે હિન્દુ સંવત્સર 2077 શરૂ થશે. નવરાત્રિના છેલ્લા દિવસ એટલે કે નવમી તિથિએ ભગવાન રામનો જન્મોત્સવ મનાવવામાં આવે છે. ચૈત્ર માસના શુક્લપક્ષની નવમીએ રામ જન્મ અને પુર્ણિમા પર હનુમાન જયંતિ મનાવવામાં આવે છે. ભારતમાં માતાજીના 51 શક્તિપીઠોમાંથી 38 ભારતમાં છે, 6 બાંગ્લાદેશ, 3 નેપાળ, 2 પાકિસ્તાન, 1 તિબેટ અને એક શ્રીલંકામાં છે. પ્રથમ વખત એવું બન્યું છે કે 51 શક્તિપીઠો જે દેશોમાં આવેલા છે તમામ દેશો એક જ સરખા સંકટનો સામનો કરી રહ્યાં છે અને લગભગ કોઈ પણ મંદિરમાં ભક્તો માટે આ નવરાત્રિમાં પ્રવેશની પરવાનગી નથી.

હિમાચલના ત્રણ માતાજીના મંદિર બંધ

હિમાચલ પ્રદેશના ત્રણ માતાજીના મંદિર જ્વાલા દેવી, બ્રૃજેશ્વરી માતાજી મંદિર અને કાંગડાના ચામુંડા માતાજીના મંદિરમાં 31 માર્ચ સુધી દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રહેશે. જોકે નવરાત્રીની તમામ પૂજા અને વિધિ પરંપરા મુજબ થશે. મંદિર કોરોનાના કારણે 17 માર્ચથી બંધ છે.

કામાખ્યા મંદિર, અસમ અગામી અદેશ સુધી બંધ

ગુવાહાટીના નીલાંચલ પર્વત પર સ્થિત તંત્ર પીઠ કામાખ્યા મંદિર દેશના એ મંદિરોમાંથી છે, જ્યાં ક્યારેય ભક્તોની સંખ્યામાં ઘટાડો થતો નથી. નવરાત્રીમાં અહીં તંત્ર સાધના કરનારાઓ મોટા પ્રમાણમાં આવે છે. આ મંદિર 18 માર્ચથી આગામી આદેશ સુધી આમ લોકો માટે બંધ છે.

તિરુપતિ ટ્રસ્ટે રામનવમી બ્રહ્મોત્સવ બંધ રાખ્યો

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ ટ્રસ્ટે જ આંધ્રપ્રદેશના વૌતિમિતામાં સ્થિત કોદંડ રામાસ્વામી મંદિરમાં રામનવમી શરૂ થનાર બ્રહ્મોત્સવને બંધ રાખ્યો છે. નવ દિવસ ચાલનાર આ બ્રહ્મોત્સવની શરૂઆત 2 એપ્રિલથી થવાની હતી.  

અંબાજી મંદિર, ગુજરાત 31 સુધી દર્શન બંધ

ગુજરાતના શક્તિપીઠ અંબાજીમાં 31 માર્ચ સુધી આમ લોકોને પ્રવેશ આપવામાં આવશે નહિ. ગુજરાતના પાંચ મુખ્ય તીર્થ સોમનાથ, દ્વારકા, અંબાજી, ડાકોરજી અને પાવાગઢમાં ગત સપ્તાહથી જ આમ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.

હરસિદ્ધિ મંદિર ઉજ્જૈન પણ અગામી આદેશ સુધી બંધ

ઉજ્જૈનના શક્તિપીઠ હરસિદ્ધિમાં આમ લોકો માટે દર્શન બંધ કરવામાં આવ્યા છે. મંદિરમાં દર વર્ષે ચૈત્ર અને શારદીય નવરાત્રીમાં મોટી સંખ્યામાં લોકો આવે છે. દર્શન કરનારાઓની સાથે અલગ સાધનાઓ કરનારા ભક્તો પણ આવે છે. અહીં મંદિરમાં સમગ્ર દિવસ અલગ-અલગ પ્રકારની પૂજા-અનુષ્ઠાન થતા હોય છે, જે કોરાના હોવા છતાં થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post