• Home
  • News
  • દેશના રાજકારણમાં પ્રથમ વખત:કેરળમાં CPI (M)નું બે ટર્મ નોર્મ; 2 વખત સતત ચૂંટણી જીતેલા 5 મંત્રીઓ સહિત 25 ધારાસભ્યોની ટિકિટ કપાઈ, પાર્ટીમાં બળવો
post

મુખ્યમંત્રી વિજયન 5 વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ સતત બે ટર્મ ધારાસભ્ય ન રહેવાના કારણે તેઓ આ નિયમથી બહાર

Written By newsonline | Ahmedabad | Published: 2021-03-09 10:57:23

કેરળ હંમેશા માટે નવા બદલાવ માટે જાણીતું છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં પણ આવો જ પ્રયોગ થવા જઇ રહ્યો છે, જે દેશના કોઈપણ રાજ્યમાં કોઈપણ પાર્ટીએ નથી કર્યો. આ પ્રયોગ સત્તાધારી CPI (M) કરવા જઈ રહી છે. લેફ્ટ પાર્ટી પહેલીવાર બે ટર્મનું ધોરણ લઈને આવી છે. આ અંતર્ગત, સતત બે ચૂંટણીમાં વિજય મેળવનારા ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવશે નહીં. આ નિયમને કારણે 25 ધારાસભ્યની ટિકિટ કાપાશે.

ટિકિટ કપાનારાઓમાં પાંચ ધારાસભ્યો એવા છે જે છ વખત જીત્યા હતા
નવા નિયમ પર CPI (M) પોલિત બ્યુરોના સચિવાલયની પણ મહોર લાગી ચૂકી છે. આ નિયમ દ્વારા જે ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવશે તેમાં 5 મંત્રી અને વિધાનસભા અધ્યક્ષનો પણ સમાવેશ છે. ટિકિટ કપાનારાઓમાં પાંચ ધારાસભ્યો એવા છે જે છ વખત જીત્યા હતા. એક ધારાસભ્ય 5 વખત, ત્રણ ધારાસભ્યો 4 વખત અને ચાર ધારાસભ્યો 3 વાર જીત્યા હતા.

રાજ્યના અનેક ભાગોમાં પાર્ટી કેડરના લોકો નારાજ
આ નિયમને CPI (M)ની સ્ટેટ કમિટી લઈને આવી છે. તેના કારણે રાજ્યના અનેક ભાગોમાં પાર્ટી કેડરના લોકો નારાજ પણ છે, કારણ કે તેમના પ્રિય નેતાઓની ટિકિટ કાપવામાં આવી રહી છે. સમિતિના કેટલાક નેતાઓ પણ આ સાથે સંમત નથી, પરંતુ આ બાબતે CPI (M) નેતા અને મુખ્યમંત્રી પી વિજયનનું કહેવું છે કે, આગામી ચૂંટણી દરમિયાન હું પણ બે ટર્મ નોર્મની અંદર આવીશ, તેથી આ નિયમ દરેક માટે છે.

બે ટર્ન નોર્મમાં પહેલા કહેવામા આવ્યું હતું કે આ નિયમ 2019માં સામાન્ય ચૂંટણી લડી ચૂકેલા ઉમેદવારોને પણ લાગુ થશે, પરંતુ બાદમાં લોકસભાની ચૂંટણીને તેમાથી બહાર રાખવામા આવી. મુખ્યમંત્રી પી વિજયન પાંચ વખત ધારાસભય રહી ચૂક્યા છે. તેઓ સતત બે વખત ચૂંટણી જીત્યા નથી, માટે આ નિયમ હેઠળ નહીં આવે.

પાર્ટીમાં યુવા ચહેરાઓ આગળ આવશે
જે મોટા નેતાઓની ટિકિટ કાપવામાં આવી છે તેમના વિસ્તારોમાં આ નિયમનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઘણા ધારાસભ્યોના સમર્થનમાં પોસ્ટર વોર શરૂ થઈ ગયુ છે. કોમ્યુનિસ્ટ હાર્ટ લેન્ડ કન્નુરમાં મંત્રી પી જયરાજનની ટિકિટ કાપવા અંગે વિરોધ પણ કરવામાં આવી રહ્યા છે. કાર્યકરોએ ફેસબુક પર પણ તેમના સમર્થનમાં પીજે આર્મી અભિયાન શરૂ કર્યું છે. આ બાબતે પોલિત બ્યુરોનાં સભ્ય એમએ. બેબી કહે છે કે 'આ પાર્ટીનો ખૂબ જ બોલ્ડ નિર્ણય છે. આ ધારાધોરણ દ્વારા પાર્ટીમાં યુવા ચહેરાઓ આગળ આવશે.'

આ મંત્રીઓની ટિકિટ કાપવામાં આવી રહી છે
આ નવા નિયમના કારણે પી જયરાજન, એકે બાલન, ટીએમ થોમસ ઇસાક, જી સુધાકરણ, સી રવિન્દ્રનાથ અને વિધાનસભા અધ્યક્ષ પી શ્રીરામકૃષ્ણનની ટિકિટ કાપવામાં આવી રહી છે. તે બધા હાલની લેફ્ટ સરકારમાં મંત્રીઓ છે. મુખ્યમંત્રી વિજયન પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. કેકે શૈલેજા ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. જય મર્સિકુટ્ટી અમ્મા ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ તમામ ચૂંટણી લડી રહ્યા છે, કારણ કે આ લોકો સતત બે વખતથી ધારાસભ્યો નથી. ઘણા કાર્યકરો કહે છે કે આ એક વિચિત્ર નિયમ છે. પાંચ વખત ધારાસભ્ય રહી ચૂકેલા લોકોને આ નિયમ હેઠળ ટિકિટ મળી રહી છે. પરંતુ, જે લોકોએ સતત બે ચૂંટણી જીતનારની ટિકિટ કાપવામાં આવી રહી છે.

લગભગ 25 માંથી 15 બેઠકો પર CPI (M)ને નુકશાન ભોગવવું પડશે
કેરળમાં ન્યૂ ઇન્ડિયન એક્સપ્રેસના એડિટર રાજેશ અબ્રાહમનું કહેવું છે કે 'આ બે ટર્મ નોર્મ CPMનો આત્મઘાતી નિર્ણય છે. નાણાં મંત્રી થોમસ ઇસક, પબ્લિક વર્કર્સ મંત્રી સુધાકરણ જેવા મોટા નેતાઓની આ નોર્મના ચક્કરમાં બળજબરીથી ટિકિટ કાપવામાં આવી રહી છે. આ બેઠકો CPI (M) ની ચોક્કસ બેઠકો હતી, પરંતુ હવે મોટા નેતાઓની ટિકિટ કાપવાના કારણે કોંગ્રેસની ત્યાં જીતવાની સંભાવના વધી ગઈ છે. ઘણા સારા ધારાસભ્યોની પણ ટિકિટ કાપી રહ્યા છે, મને લાગે છે કે લગભગ 25 માંથી 15 બેઠકો પર CPI (M)ને નુકશાન ભોગવવું પડશે. આ કોંગ્રેસ માટે એક સારી તક છે. તેને સારા ઉમેદવાર મેદાનમાં ઉતારવા પડશે.

અચ્યુતાનંદન ગ્રુપના નેતાઓને કિનારે લાવવા માટે વિજયન લાવ્યા છે થિયરી
આ બે-ટર્ન નોર્મને લાવવા પાછળનું કારણ CPI (M)નો તર્ક છે 'સેવ ધ CPMCPI (M) ફોરમ' એટલે કે પાર્ટીના નવા નેતાઓ અને યુવાનોને આગળ આવવાની તક આપવી, પરંતુ રાજેશ અબ્રાહમ કહે છે કે તે પી.વિજયનની પોતાની થિયરી છે. આના માધ્યમથી તેઓ પૂર્વ મુખ્યપ્રધાન બી.એસ. અચ્યુતાનંદનના ગ્રૂપના મોટા નેતાઓને કિનારે કરવાના પ્રયાસ કરી રહ્યા છે. આ સિવાય વિજયન ખૂબ વધારે આત્મવિશ્વાસનો શિકાર બની ગયા છે. ખરેખર, કેરળ CPI (M)માં બે જૂથો છે, એક વિજયન જૂથ, બીજો અચ્યુતાનંદન જૂથ. પરંતુ અચ્યુતાનંદનની ઉંમર વધુ થઈ ગઈ છે, તેઓ હવે રાજકારણમાં સક્રિય પણ નથી. એવામાં તેમના ગ્રૂપના જૂના સાથીઓ સાથે વિજયનને વધુ બનતું નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post