• Home
  • News
  • સીમા હૈદરના ઘરે ફોર્સ તહેનાત, ATS એલર્ટ:મુલાકાતીઓ પર પ્રતિબંધ, પાકિસ્તાનમાં મંદિર પર હુમલા બાદ ભીડ એકઠી થઈ હતી
post

સીમા-સચિન PUBG ગેમ દ્વારા મળ્યાં હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-17 17:31:38

સીમા હૈદર અને સચિનની લવસ્ટોરી વચ્ચે પાકિસ્તાનમાં એક હિન્દુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. તેને જોતા સોમવારે નોઈડામાં સીમા હૈદરના ઘરે સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. આ સાથે તેમના સંપર્કમાં આવનારા લોકો પર પણ નિયંત્રણો લાદવામાં આવ્યાં છે. હકીકતમાં, પાકિસ્તાનમાં મંદિરો પર થયેલા હુમલા બાદ સોમવારે સવારે અચાનક જ લોકોની ભીડ ઘરની આસપાસ એકઠી થવા લાગી હતી. પોલીસને માહિતી મળતાંની સાથે જ ત્યાં ફોર્સ તહેનાત કરવામાં આવી હતી.

સીમા હૈદરના ઘર તરફ જતો રસ્તો પણ બ્લોક કરી દેવામાં આવ્યો છે. જોકે, પોલીસનું કહેવું છે કે આ રૂટિન ચેકિંગ છે. અમે સીમા હૈદરની ગતિવિધિઓ અને સંપર્કો પર સતત નજર રાખીએ છીએ. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે આ મામલે ATS ફરી એલર્ટ થઈ ગઈ છે. હવે સરહદ પર નજર રાખવામાં આવી રહી છે.

1 ઇન્સ્પેક્ટર, 2 મહિલા અને 1 કોન્સ્ટેબલ તહેનાત
નોઈડાના રબુપુરા ગામ સ્થિત સીમા હૈદરના ઘરે એક ઈન્સ્પેક્ટર, 2 મહિલા અને પુરુષ કોન્સ્ટેબલ તહેનાત છે. અહીં બે શિફ્ટમાં રહેતા પોલીસકર્મીઓ તેમની દરેક હિલચાલ પર નજર રાખી રહ્યા છે. કોઈ બહારના વ્યક્તિને તેને મળવાની મંજૂરી નથી. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સીમાના પરિવારના સભ્યો પણ કોઈને મળી રહ્યા નથી. તેઓ લોકોને સીમાની તબિયત ખરાબ હોવાનું કહીને ગેટ પરથી પાછા મોકલી રહ્યા છે.

 

પાકિસ્તાનના એક સ્થાનિક સંગઠને ધમકી આપી હતી
આ પહેલાં પાકિસ્તાનના એક સ્થાનિક સંગઠનનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તે લોકો સીમાને બાળકો સાથે પાકિસ્તાન મોકલવા માટે ભારતને ધમકી આપી રહ્યા છે. તે લોકો રસ્તાની બાજુમાં હાથમાં બંદૂક અને બોમ્બ લઈને બેઠેલા જોવા મળ્યા હતા. બંદૂક બતાવીને તે લોકો કહી રહ્યા હતા કે જો આપણા દેશની મહિલાઓને પરત નહીં મોકલવામાં આવે તો તેનાં પરિણામો ખૂબ જ ખરાબ આવશે. હુમલો કરવાની પણ ધમકી આપી હતી. આ પછી, રવિવારે, કરાચીમાં 150 વર્ષ જૂના મંદિરને મોલ માટે રસ્તો બનાવવા માટે તોડી પાડવામાં આવ્યું હતું.

સીમા બોલી - "હું સચિનની પત્ની છું"
બીજી તરફ સીમા હૈદરે સોમવારે એક ટીવી ચેનલ પર લાઈવ આવીને તેના પહેલા પતિ ગુલામ હૈદરને તલાક આપી દીધા છે. ગુલામના આરોપોના જવાબમાં સીમાએ કહ્યું કે "હું સચિનની પત્ની છું". મને હવે તારી પરવા નથી.

તને એ વાતની ઈર્ષ્યા થાય છે કે મેં તને છોડી દીધો છે. બીજી તરફ સીમાના પહેલા પતિ ગુલામનું કહેવું છે કે, મારાં બાળકો હજુ સગીર છે. તેમને બળજબરીથી હિન્દુ બનાવવામાં આવી રહ્યા છે. સીમા જે રીતે ભારતમાં પ્રવેશી છે, ભારત સરકારે તેની તાત્કાલિક ધરપકડ કરવી જોઈએ, પરંતુ તેઓ તેમ કરી રહ્યા નથી.

સીમા-સચિન PUBG ગેમ દ્વારા મળ્યાં હતાં
લગભગ 3 વર્ષ પહેલાં સીમા હૈદર અને સચિને PUBG ગેમ દ્વારા એકબીજાને ઓળખ્યાં હતાં. જે બાદ બંનેની મિત્રતા આગળ વધી હતી. સીમા તેનાં ચાર બાળકો સાથે રબુપુરા સ્થિત સચિનના ઘરે આવી હતી.

જેની માહિતી પોલીસ અને તપાસ એજન્સીઓને મળતાં સીમાની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ 2 દિવસ બાદ તેને જામીન મળી ગયા હતા. ત્યારથી તે તેના બોયફ્રેન્ડ સચિનના ઘરે રહે છે. જ્યાં તેને જોવા લોકો ઊમટી પડ્યા હતા.

 

adv

Related News

post
post
post
post
post
post
post