• Home
  • News
  • રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી:મહુવામાં મેઘરાજાએ મન મુકીને હેત વરસાવ્યું, ધોધમાર 5 ઈંચ વરસાદ વરસતા પાણી જ પાણી, રાજ્યના 91 તાલુકામાં આજે વરસાદ
post

માણાવદરમાં ગઈકાલે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. માણાવદરમાં બે કલાકમાં જ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો,

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-15 18:31:22

ગુજરાતમાં હાલ ક્યાક છૂટોછવાયો તો ક્યાક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. આજે ભાવનગર, સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના જિલ્લામાં વરસાદ વરસ્યો હતો. ત્યારે ભાવનગરના મહુવામાં ધોધમાર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત ઉમરપાંડામાં બે ઈંચ, બારડોલી, ડેડિયાપાડા, વલસાડ અને ખેરગામમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. સવારથી બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યના 91 તાલુકામાં વરસાદ નોંધાયો હતો.ત્યારે હજુ પણ આગામી 7 દિવસ સુધી વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે તેમજ 18 જુલાઈથી રાજ્યમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ગઈકાલે જૂનાગઢના કેશોદમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.

શું કહ્યું હવામાન વિભાગે?
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે.15, 16 અને 17 તારીખે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે 18, 19 અને 20 જુલાઈએ અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આજે અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત 18 જુલાઈથી મેઘરાજાનો ત્રીજો રાઉન્ડ શરૂ થશે. ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. વલસાડ, નવસારી, દમણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને પાટણમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ સૌરાષ્ટ્રમાં જામનગર, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ભારે વરસાદ વરસશે. બંગાળના ઉપસાગરમાંથી 2 વરસાદી સિસ્ટમ સર્જાતાં અતિભારે વરસાદની શક્યતા જોવા મળી રહી છે.

 

ગઈકાલે કેશોદમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો હતો
જૂનાગઢ જિલ્લામાં ટૂંકા વિરામ બાદ ગઈકાલે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. ત્યારે કેશોદ શહેરમાં ગઈકાલે ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ પડતાં શહેરમાં પાણી ભરાયાં હતાં. માણાવદર શહેરમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. કેશોદમાં વધુ વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી ભરાયાં હતાં તેમજ શાકમાર્કેટ, કોર્ટ પરિસર અને રસ્તાઓ પર પાણી ભરાયાં હતાં, જેથી લોકો પરેશાન થયા હતા. જૂનાગઢ શહેરના મોતીબાગ, મધુરમ, કાળવા ચોક, સરદારબાગ તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામ પાસે આવેલા ઓઝત વિયર આણંદપુર જળાશયમાં પાણીની આવક થતાં આણંદપુર, સુખપુર,નાગલપુર રાયપુર સહિતનાં ગામોને એલર્ટ કરવામાં આવ્યાં હતાં તેમજ નદીના પટમાં કોઈએ અવરજવર ન કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઇ હતી.

માણાવદરમાં મેઘમહેર
માણાવદરમાં ગઈકાલે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી. માણાવદરમાં બે કલાકમાં જ અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો, જેથી રસ્તાઓ પર પાણી ફળી વળ્યાં હતાં તેમજ ભારે વરસાદને કારણે કોર્ટની સામે તેમજ માર્કેટવાળી ગલી, સોસાયટી અને શેરી-ગલીઓમાંમાં પાણી ભરાયાં હતાં. માણાવદર તાલુકાના જીવાદોરી સમાન રસાલા ડેમ ઓવરફ્લો થયો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post