• Home
  • News
  • પૂર્વ શિક્ષણમંત્રીની તબિયત લથડી:ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને શ્વાસ લેવામાં તકલીફ પડતાં યુએન મહેતા હોસ્પિટલ ખસેડાયા, નળી બ્લોકેજ નીકળતાં બાયપાસ સર્જરી કરાશે
post

33 વર્ષની પોતાની રાજકીય કારકિર્દીમાં તેમણે ભાજપ સંગઠનથી માંડીને સરકારમાં અનેક હોદ્દાઓ અને મંત્રીપદ પર રહી ચૂક્યા છે.

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-12 18:15:10

રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની એકાએક તબિયત લથડી છે. ગાંધીનગર સ્થિત નિવાસસ્થાને મોડી રાત્રે બે વાગ્યા આસપાસ એકાએક તેમને શ્વાસ લેવામાં તકલીફ ઊભી થતાં તાત્કાલિક યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર કરાવવા પહોંચ્યા હતા. તબીબી તપાસ દરમિયાન તેમને નળીમાં બ્લોકેજ માલૂમ પડતાં તેમની બાયપાસ સર્જરી કરવામાં આવશે. હાલ વિશેષ તબીબોની ટીમ તેમની સારવાર કરી રહી છે. સાંજે 4 વાગ્યા બાદ ચૂડાસમાની બાયપાસ સર્જરી કરવામાં આવશે. સર્જરી બાદ તેમને 3 દિવસ સુધી આઈસીયુમાં ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવશે.

ભૂપેન્દ્રસિંહની છેલ્લી જીતને હાઇકોર્ટે રદ કરી હતી
ગુજરાત ભાજપના સૌથી સિનિયર નેતા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની વિધાનસભાની ચૂંટણીમાં થયેલી જીતને હાઇકોર્ટે રદ કરી દીધી હતી. ત્યારે માત્ર ભાજપ નહીં, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની 30 વર્ષ કરતાં વધુ સમયની રાજકીય કારકિર્દી પર મોટો ડાઘ લાગ્યો હતો. બાપુના હુલામણા નામથી ભાજપમાં એક સન્માનનીય વ્યક્તિ તરીકે તેમનું સ્થાન છે.

 

સંગઠન અને સરકારમાં કામગીરી
74 વર્ષની વયના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા ગુજરાત ભાજપમાં 33 વર્ષ કરતાં વધુ સમયથી સક્રિય રીતે કામ કરી કરતા આવ્યા છે. તેઓ એક શાંત, સૌમ્ય અને સિનિયર આગેવાન તરીકેની છાપ ધરાવે છે. 33 વર્ષની પોતાની રાજકીય કારકિર્દીમાં તેમણે ભાજપ સંગઠનથી માંડીને સરકારમાં અનેક હોદ્દાઓ અને મંત્રીપદ પર રહી ચૂક્યા છે.

30 વર્ષ મંત્રીપદે રહ્યા
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા 1990થી 2020 સુધી મંત્રીપદે રહ્યા હતા. જ્યારે 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા વિધાનસભામાંથી ચૂંટાયા બાદ તેઓ પ્રથમ વખત શિક્ષણમંત્રી અને કાયદામંત્રી બન્યા હતા. રૂપાણી સરકારમાં શિક્ષણમંત્રી બન્યા બાદ તેમની સામે અનેક વિવાદો અને આરોપો થયા હતા.

ચૂડાસમા ડેમેજ-કંટ્રોલર
ભૂતકાળમાં કેશુભાઇ પટેલની સરકાર હોય, નરેન્દ્ર મોદીની સરકાર હોય, આનંદીબેનની સરકાર હોય કે રૂપાણી સરકાર, બધી જ સરકારોમાં એક ડેમેજ-કંટ્રોલરની સાથે સંગઠન અને સરકારનો વ્યવસ્થિત સમન્વય રાખવામાં ભૂપેન્દ્રસિંહનો સૌથી મોટો ફાળો રહેલો છે.

adv

Related News

post
post
post
post
post
post
post