• Home
  • News
  • સૌરવ ગાંગુલી BCCIના નવા અધ્યક્ષ
post

ભારતીય ક્રિકેટને નવો દ્રષ્યિકોણ અને આક્રમક વિચાર આપનાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નવા સફરની શરૂઆત થઇ ગઇ છે

Written By newsonline | Ahmedabad | Published: 2019-10-15 11:37:51

ભારતીય ક્રિકેટને નવો દ્રષ્યિકોણ અને આક્રમક વિચાર આપનાર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીના નવા સફરની શરૂઆત થઇ ગઇ છે. BCCI અધ્યક્ષ તરીકે સોમવારે બપોરે ત્રણ વાગ્યા સુધી કોઇએ પણ નામાંકન દાખલ ન કરતા સૌરવ ગાંગુલી BCCIના અધ્યક્ષ તરીકે નિમણૂંક થઇ હતી. પહેલા બીસીસીઆઈ અધ્યક્ષના પદ માટે પૂર્વ ક્રિકેટર બીજેશ પટેલનું (Brijesh Patel)નામ સૌથી આગળ ચાલી રહ્યું હતું. પરંતુ ત્યારબાદ અચાનક જ ગાંગુલીએ તેમને પાછળ છોડી દીધા હતા. અને બીસીસીઆઇના તાકતવર પદ ઉપર બેઠા હતા. કંઇક અલગ કરવા માટે પ્રસિદ્ધ સૌરવ ગાંગુીએ બીસીસીઆઇ અધ્યક્ષ પદની શરૂઆત પણ એક નવા રેકોર્ડ સાથે કરી છે.

અત્યારના સમયમાં બંગાલ ક્રિકેટ સંઘના અધ્યક્ષ સૌરવ ગાંગુલી જુલાઇ 2020 સુધી બીસીસીઆઇના અધ્યક્ષ બની રહેશે. આવું એટલા માટે છે કારણ કે છ વર્ષનો તેમનો કાર્યકાળ જુલાઇ 2020માં પુરો થશે. તેઓ 2014માં બંગાલ ક્રિકેટ સંઘના સંયુક્ત સચિવ બન્યા હતા. આવામાં 47 વર્ષીય ગાંગુલી જુલાઇ 2020માં કેબ પદાધિકારી તરીકે છ વર્ષ પુરા કરશે. ત્યારબાદ કૂલિંગ ઑફ પીરિયડ શરુ થશે . કૂલિંગ ઑફ પીરિયડ ત્રણ વર્ષનો હોય છે. આ સમયગાળામાં તેઓ કોઇપણ પદ ઉપર ન રહી શકે. જ્યારે ગાંગુલી બીસીસીઆઇ અધ્યક્ષ બન્યા છે ત્યારે તેમને કેબનું અધ્યક્ષ પદ છોડવું પડશે. સૌરવ ગાંગુલીએ 65 વર્ષ જૂના રેકોર્ડની બરાબરી કરી બીસીસીઆઇના અધ્યક્ષ પદનો પદભાર હાંસલ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ગાંગુલી દેશના બીજા ભારતીય કેપ્ટન બન્યા છે. જેઓ બીસીસીઆઇના પૂર્ણકાલિક અધ્યક્ષ બન્યા છે. આ પહેલા વર્ષ 1954માં વિજયનગરમના મહારાજકુમાર ભારત પહેલા એવા પૂર્વ કેપ્ટન હતા જેમણે બીસીસીઆઇના અધ્યક્ષ બનાવાયા હતા. તેમને વિજ્જીના નામથી પણ લોકો જાણે છે.

adv

Related News

post
post
post
post
post
post
post