• Home
  • News
  • શહીદને અંતિમ વિદાય:ભારત ચીન બોર્ડર પર શહીદ થયેલા સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના કમાન્ડોના સન્માન સાથે અંતિમ સંસ્કાર, ભારત માતાની જયના નારા ગૂંજ્યા
post

23-30 ઓગસ્ટની રાત્રે લદ્દાખમાં ચીન સેનાની ઘૂસણખોરીના પ્રયાસને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવ્યો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-07 12:12:27

ભારત- ચીન બોર્ડર પર શહીદ થયેલ સ્પેશિયલ ફ્રન્ટિયર ફોર્સના કમાન્ડો નાઈમા તેનજિંગ (51)ના આજે લેહમાં સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આ દરમિયાન લોકોએ તિરંગા સાથે ભારત માતાની જયના બુલંદ નારા લગાવ્યા હતા. ઓગસ્ટના અંતિમ સપ્તાહમાં લદ્દાખમાં ચીનની ઘૂસણખોરીના પ્રયાસ દરમિયાન થયેલ માઇન બ્લાસ્ટમાં તેનજિંગ શહીદ થયા હતા.

તિબેટીઓની વિકાસ રેજીમેન્ટમાં હતા તેનજિંગ

તેનજિંગ ચુશૂલના બ્લેક ટોપ પર ચીન સામેના ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા. 29-30 ઓગસ્ટની રાત્રે ભારતીય સૈનિકોએ લદ્દાખમાં ચીનના ઘુસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ઓપરેશનમાં તિબેટીઓ જવાનોની વિકાસ રેજીમેન્ટ સામેલ હતી.

adv

Related News

post
post
post
post
post
post
post