• Home
  • News
  • તારક મહેતા સિરિયલ ફેમ બબિતા વિરૂદ્ધ ખોખરામાં વધુ ફરિયાદ, પોલીસ શરૂ કરી તપાસ
post

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ulta Chasma) સિરિયલમાં બબીતા જીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ની મુશ્કેલીમાં વધારો થતો જાય છે. એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવાના લીધે જ્યાં એક તરફ તેમની ધરપકડની માંગ થઇ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-05-24 10:43:11

અમદાવાદ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ulta Chasma) સિરિયલમાં બબીતા જીનું પાત્ર ભજવનાર અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ની મુશ્કેલીમાં વધારો થતો જાય છે. એક જાતિસૂચક શબ્દનો ઉપયોગ કરવાના લીધે જ્યાં એક તરફ તેમની ધરપકડની માંગ થઇ રહી છે, તો બીજી તરફ તેમના વિરૂદ્ધ પોલીસ ફરિયાદ (complaint against Munmun Dutta) દાખલ કરવામાં આવી છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Tarak Mehta Ka Ulta Chasma) સિરિયલ ફેમ અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ઉર્ફે બબિતા (Babitaji) સામે ખોખરા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ (Atrocity Act)  મુજબ ગુનો નોંધાયો છે. સોશિયલ મીડિયામાં મુનમુન દત્તાનો એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં તેણે વાલ્મિકી સમાજની લાગણી દુભાય તેવા શબ્દનો પ્રયોગ કર્યો હતો. 

જેને લઈ સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તેમજ અલગ અલગ પોલીસ સ્ટેશન (Police Station) માં અરજી આપવામાં આવી હતી. ખોખરા (Khokhara) પોલીસે અરજીની તપાસ બાદ મુનમુન દત્તા (Munmun Dutta)  ઉર્ફે બબિતા (Babitaji) સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

વાલ્મિકી સમાજના મધુભાઈ પરમારે ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે 11 મે 2021ના રોજ મોબાઈલમાં યુ ટ્યુબ પર એક વીડિયો જોયો હતો. જેમાં ટીવી સિરિયલ તારક મહેતા ફેમ અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) ઉર્ફે બબિતાએ વાલ્મિકી સમાજ વિરુધ્ધ જાતિવાચક શબ્દનો ઉપયોગ કરી અને દેશ તેમજ ગુજરાત (Gujarat) ના વાલ્મિકી સમાજની લાગણી દુભાવી હતી.

સરકારે પ્રતિબંધિત કરેલા શબ્દનો ઉપયોગ બદનામ કરવાના ઇરાદે સોશિયલ મીડિયા (Social Media) માં જાહેર કર્યો છે. મધુભાઈ પરમારે (Madhubhai Parmar) આ પહેલા ખોખરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી અને અરજીની તપાસ બાદ શનિવારે મોડી રાતે ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post