• Home
  • News
  • G-23 નેતા આનંદ શર્માનું 'ભારત જોડો યાત્રા'ને સમર્થન
post

આ યાત્રા 150 દિવસમાં કન્યાકુમારીથી શ્રીનગર સુધીનો રૂટ કવર કરશે

Written By newsonline | Ahmedabad | Published: 2022-09-07 18:58:29

નવી દિલ્હી: કોંગ્રેસની ભારત જોડો યાત્રાની શરૂઆત થઈ ગઈ છે. આ દરમિયાન G-23 જૂથના નેતા આનંદ શર્માએ પણ યાત્રામાં જોડાવાનું એલાન કરી દીધું છે. તેમણે કહ્યું કે, હિમાચલ પ્રદેશની નજીક આવતા તેઓ યાત્રામાં સામેલ થઈ જશે. બુધવારથી શરૂ થયેલી આ યાત્રા 150 દિવસમાં કન્યાકુમારીથી શ્રીનગર સુધીનો રૂટ કવર કરશે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ શર્માએ યાત્રા સાથે એકતા જાહેર કરી છે. આ સાથે જ તેમણે રાહુલ ગાંધીને શુભકામનાઓ પણ આપી છે. તેમણે લખ્યું કે, ભારત જોડો યાત્રા ભારતના સમાવેશી લોકતંત્રને બનાવી રાખવા, અન્યાય, અસમાનતા અને અસહિષ્ણુતાના વિરુદ્ધ લોકોને એકજૂથ કરવાનું મિશન છે. આ સાથે જ તે રાષ્ટ્રીય એકીકરણ માટે પ્રતિબદ્ધતા છે.

તેમણે આગળ લખ્યું કે, જ્યારે યાત્રા જમ્મુ-કાશ્મીરના રસ્તે જ્યારે મારા ગૃહરાજ્ય હિમાચલ પાસે પહોંચશે તો તેમાં સામેલ થવાની તૈયારી કરી રહ્યો છું. શર્માએ તાજેતરમાં જ હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સંચાલન સમિતિના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું હતું. ઓઆ સાથે જ તેમણે અપમાનિત કર્યા હોવાની વાત પણ કહી હતી.

કોંગ્રેસ નેતા શશિ થરૂરે નેતાઓમાં એસંતોષ અને તેમના પાર્ટી છોડવાના કારણે ચાલી રહેલા મંથન વચ્ચે મંગળવારે કહ્યું કે, કન્યાકુમારીથી કાશ્મીર સુધી પાર્ટીની મહત્વાકાંક્ષી 'ભારત જોડો યાત્રા' દ્વારા 'કોંગ્રેસ જોડો'નો ઉદ્દેશ્ય પણ હાંસલ કરી શકાય છે અને તેનાથી પાર્ટીના પુનરુત્થાનમાં મદદ મળી શકે છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે શરૂર કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવા પર વિચાર કરી રહ્યા છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post