• Home
  • News
  • 'ગદર-2'એ રચ્યો ઈતિહાસ, વર્લ્ડ વાઈડ કમાણી 290 કરોડ:સની દેઓલની ફિલ્મે રજનીકાન્તની 'જેલર'ને પાછળ છોડી, નાનાં શહેરોનાં સિંગલ સ્ક્રીન થિયેટરોમાં રોનક આવી
post

અઢી દાયકા પહેલાં દેશભરમાં 24 હજારથી વધુ સિંગલ સ્ક્રીન થિયેટર હતાં, જે ઘટીને હવે લગભગ 9 હજાર થઈ ગયાં છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-16 18:06:55

'ગદર-2' બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ સાથે જ 2023ની બીજી સૌથી વધુ ઓપનિંગ કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મે 5 દિવસમાં 228 કરોડની કમાણી કરી લીધી છે. પહેલાં 'પઠાન' અને હવે 'ગદર-2' આ બે ફિલ્મની બમ્પર સફળતાએ સિંગલ સ્ક્રીન થિયેટરોને સૌથી વધુ ફાયદો કરાવ્યો છે. રજનીકાન્તની 'જેલર'ની કમાણી સામે ગદર-2 આગળ નીકળી ગઈ છે.

ગદર-2ની વાત કરીએ તો આ ફિલ્મ સ્વતંત્રતા દિવસે 200 કરોડના ક્લબમાં જઈ ચૂકી છે. આ ફિલ્મે શુક્રવારે ઓપનિંગ ડે પર 40 કરોડ, શનિવારે 43 કરોડ અને રવિવારે 52 કરોડ, સોમવારે 39 કરોડ અને મંગળવારે 55 કરોડની કમાણી કરી હતી. આ સાથે જ ફિલ્મનું કુલ કલેક્શન 228 કરોડથી વધુ થયું છે.

'ગદર-2એ તમામ રેકોર્ડ તોડ્યા

સની દેઓલની આ ફિલ્મે 200 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી છે. ફિલ્મનું આટલું શાનદાર કલેક્શન મેકર્સ, સ્ટારકાસ્ટ અને ફેન્સ માટે કોઈ મોટી ટ્રીટથી ઓછું નથી. 22 વર્ષ બાદ સનીની ફિલ્મને જે જબરદસ્ત રિસ્પોન્સ મળ્યો છે એ વખાણવા લાયક છે. સનીની આ ફિલ્મ સૌથી ઝડપી 200 કરોડની કમાણી કરનારી ફિલ્મોમાંની એક બની ગઈ છે. અન્ય બ્લોકબસ્ટર ફિલ્મોની સરખામણીએ પઠાણે 4 દિવસમાં 212.5 કરોડની કમાણી કરી હતી. કેજીએફ 2 (હિન્દી)એ 5 દિવસમાં 229 કરોડનું કમાણી કરી હતી. આ સાથે જ 'બાહુબલી 2'6 દિવસમાં 224 કરોડની કમાણી કરી હતી. 'ગદર-2' ના 5 દિવસનું કલેક્શન 228 કરોડથી વધ્યું છે.

 

બોક્સ ઓફિસનો 70% હિસ્સો મલ્ટિપ્લેક્સમાંથી આવે છે

કોરોના સમયગાળા પછી લગભગ 2000 થિયેટર કાં તો કાયમ માટે બંધ થઈ ગયાં અથવા વેરહાઉસ અથવા મોલમાં ફેરવાઈ ગયાં છે. મોટાં શહેરોમાં થિયેટરોનું સ્થાન મલ્ટિપ્લેકસે લીધું છે. બોક્સ ઓફિસનો 70% હિસ્સો આ મલ્ટિપ્લેક્સમાંથી આવે છે, પરંતુ દક્ષિણમાં સ્થિતિ આ બધાથી વિપરીત છે. દેશની 50 ટકા સિંગલ સ્ક્રીન માત્ર દક્ષિણ ભારતનાં 4 રાજ્યમાં ચાલી રહી છે.

અઢી દાયકા પહેલાં દેશભરમાં 24 હજારથી વધુ સિંગલ સ્ક્રીન થિયેટર હતાં, જે ઘટીને હવે લગભગ 9 હજાર થઈ ગયાં છે. નિષ્ણાતોનું માનવું છે કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ફિલ્મ મેકિંગમાં ઘણો બદલાવ આવ્યો છે, હવે સિંગલ સ્ક્રીન થિયેટર કે નાનાં શહેરોના દર્શકો માટે ફિલ્મો બનતી નથી. લાંબા સમય પછી 'ગદર-2' એવી ફિલ્મ છે, જેણે નાનાં શહેરોથી લઈને થિયેટરોમાં લોકોને આકર્ષ્યા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post