• Home
  • News
  • ગડકરીની કઠોર ટિપ્પણી:સરકારો અહંકારી હોય છે, પોતાને સૌથી મોટી જાણકાર માને છે, માટે લોકોની સલાહ લેતી નથી
post

ગડકરીએ વધુમાં કહ્યું છે કે સમયસર નિર્ણય નહીં લેવાને લીધે સરકારી પ્રોજેક્ટોમાં વિલંબ થાય છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-10-26 11:09:16

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સરકાર અને બ્યુરોક્રેસી પર ફરી એક વખત કઠોર ટિપ્પણી કરી છે. ગડકરીએ કહ્યું છે કે સરકારમાં મોટા લેવલ પર ઈગો (અહંકાર) હોય છે. સરકારને લાગે છે તમામ માહિતી તેની પાસે છે, માટે લોકો સાથે સલાહ-મસલત કરતી નથી. સારી વ્યક્તિએ ટીકા કરનારી વ્યક્તિને હંમેશા સાથે રાખવી જોઈએ. ગડકરીએ આ વાત દિલ્હીમાં આયોજીત એક ખાનગી સલાહ એપ 'કંસલ્ટ' લોંચ કરવા પ્રસંગે કહી હતી.

સમયસર નિર્ણય નહીં લેવાથી પ્રોજેક્ટમાં વિલંબ
ગડકરીએ વધુમાં કહ્યું છે કે સમયસર નિર્ણય નહીં લેવાને લીધે સરકારી પ્રોજેક્ટોમાં વિલંબ થાય છે. તેમણે કહ્યું કે નિર્ણય શું કરવામાં આવે છે તે સમસ્યા નથી પણ સમસ્યા એ છે કે નિર્ણય કરવામાં આવતો નથી. સંયુક્ત સચિવની ભૂલને સચિવ સંભાળી લે છે. સચિવની ભૂલ મંત્રી સંભાળી લે છે, પણ હું પારદર્શી છું, જવાબદારી નક્કી કરવામાં વિશ્વાસ કરું છું. ​​​​​​​

જમીન અધિગ્રહણના મુદ્દે આ કારણથી વિરોધ પ્રદર્શન થતા નથી
જમીન અધિગ્રહણના મુદ્દે વિરોધ પ્રદર્શન ન થવા પાછળનું કારણ પૂછવામાં આવતા ગડકરીએ કહ્યું કે તમામ નેશનલ હાઈ-વે, એક્સપ્રેસ-વેના જે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે તેમ છતાં કોઈપણ જગ્યાએ જમીન અધિગ્રહણ મુદ્દે કોઈ વિરોધ-પ્રદર્શન થઈ રહ્યું નથી. હવે જમીન અધિગ્રહણ માટે વધારે પૈસા આપવામાં આવી રહ્યા છે. તેને લીધે લોકો એમ કહેવા આવતા નથી કે મારી જમીન લેશો નહીં. લોકો હવે કહેવા આવે છે કે મારી જમીન પણ લો.​​​​​​​​​​​​​​

ગ્રીન કોરીડોર અંગે ગડકરીએ શું કહ્યું?
રાજસ્થાનથી આ એપના માધ્યમથી ગ્રીન કોરીડોર અંગે જ્યારે કેન્દ્રીય મંત્રી ગડકરીને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે ગ્રીન કોરીડોર તૈયાર કરવા માટે રાજ્ય સરકારને બદલે અમે જાતે જ પ્લાન્ટ લગાવી છીએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post