• Home
  • News
  • ગડકરીના આકરા શબ્દો:સારા દિવસો હોય કે ખરાબ, કોઈનો યુઝ એન્ડ થ્રો ન કરવો જોઈએ; કૂવામાં કૂદી જવું, પણ કોંગ્રેસમાં તો ન જ જોડાવવું: નીતિન ગડકરી
post

તેમણે વધુમાં કહ્યું હતું કે યુવા ઉદ્યોગ સાહસિકોએ અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની આત્મકથાનું વાકય યાદ રાખવું જોઈએ કે હારવાથી માણસનો અંત આવતો નથી, પરંતુ જ્યારે તે હાર માની લે છે ત્યારે તે ખતમ થઈ જાય છે.

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-29 18:52:36

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ શનિવારે નાગપુરમાં એક સભાને સંબોધિત કરતાં કહ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિ હારી જાય છે તો તે ખતમ થતી નથી, પરંતુ જ્યારે તે હાર માની લે છે તો ખતમ થઈ જાય છે. તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈપણ જે વ્યવસાય, સામાજિક કાર્ય કે રાજકારણમાં છે તેમના માટે માનવીય સંબંધ સૌથી મોટી તાકાત છે. ભાજપના સંસદીય બોર્ડમાંથી હટાવવાને લઈને ચર્ચામાં રહેલા ગડકરીએ કહ્યું હતુું કે કોઈએ પણ યુઝ એન્ડ થ્રોની રેસમાં સામેલ ન થવું જોઈએ. સારા દિવસો હોય કે ખરાબ, જ્યારે કોઈનો હાથ પકડો તો એને પકડી રાખો. ઊગતા સૂરજની પૂજા ન કરો.

કોંગ્રેસનેતાએ ગડકરીને ઓફર કરી હતી
ગડકરીએ એક વિદ્યાર્થી નેતા તરીકેના પોતાના દિવસોને યાદ કરતાં કહ્યું હતું કે તેમને કોંગ્રેસના નેતા શ્રીકાંત જિચકારે ઉજ્જવળ ભવિષ્ય માટે કોંગ્રેસમાં સામેલ થવા માટે કહ્યું હતું. એ સમયે મેં શ્રીકાંતને કહ્યું હતું કે હું કૂવામાં કૂદીને મરી જઈશ, પરંતુ કોંગ્રેસમાં સામેલ નહિ થાઉં, કારણ કે મને તમારી પાર્ટીની વિચારધારા જ પસંદ નથી.

તેમણે વધુમાં કહ્યું હતું કે યુવા ઉદ્યોગ સાહસિકોએ અમેરિકાના રાષ્ટ્રપતિ રિચર્ડ નિક્સનની આત્મકથાનું વાકય યાદ રાખવું જોઈએ કે હારવાથી માણસનો અંત આવતો નથી, પરંતુ જ્યારે તે હાર માની લે છે ત્યારે તે ખતમ થઈ જાય છે.

ખેડૂતોએ કૃષિમાં વિવિધતા લાવવી જોઈએઃ ગડકરી
આ પહેલાં ગડકરીએ શનિવારે મુંબઈમાં ખેડૂતોને ખાંડનું ઉત્પાદન ઓછું કરવા તથા ઊર્જા અને વીજળી ક્ષેત્રો તરફ કૃષિમાં વિવિધતા લાવવાનું સૂચન કર્યું હતું. ગડકરીએ અહીં નેશનલ કોજેનરેશન અવૉર્ડ્સ કાર્યક્રમને સંબોધિત કરતાં કહ્યું હતું કે આપણી 65-70 ટકા વસતિ કૃષિ પર નિર્ભર છે. બીજી તરફ આપણો કૃષિ વિકાસદર 12-13 ટકા જ છે. ખાંડના ઉદ્યોગ અને ખેડૂતો આપણા ઉદ્યોગ માટે વિકાસનું એન્જિન છે. હવે પછીનું પગલું ખાંડથી રેવન્યુ વધારવા માટે સહ-ઉત્પાદનનું હોવું જોઈએ. ઉદ્યોગોએ ઓછી ખાંડનું ઉત્પાદન કરવું જોઈએ અને એની સાથે જોડાયેલી પ્રોડક્ટ્સનું ઉત્પાદન વધુ કરવું જોઈએ.

 

adv

Related News

post
post
post
post
post
post
post