• Home
  • News
  • BJP સંસદીય બોર્ડમાંથી ગડકરી-શિવરાજ આઉટ:25 દિવસ પહેલાં જ ગડકરીએ કહ્યું હતું- 'ઈચ્છા થાય છે કે, રાજકારણ છોડી દઉ', હવે સંસદીય બોર્ડમાંથી પડતા મુકાયા
post

11 સભ્યોવાળા સંસદીય બોર્ડમાંથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હટાવી દેવામાં આવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2022-08-17 19:23:12

ભાજપે બુધવારે નવા સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિની જાહેરાત કરી છે. 11 સભ્યોવાળા સંસદીય બોર્ડમાંથી મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને હટાવી દેવામાં આવ્યા છે. નવા સંસદીય બોર્ડમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સિવાય સર્વાનંદ સોનોવાલ, બીએસ યેદિયુરપ્પા, કે. લક્ષ્મણ, ઈકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયા અને પાર્ટી સચિવ બીએલ સંતોષને જગ્યા મળી છે. સંસદીય બોર્ડ અને ચૂંટણી સમિતિમાં એક પણ CMને જગ્યા મળી નથી.

15 સભ્યોની કેન્દ્રીય ચૂંટણી સમિતિ
તેની સાથે જ બીજેપીએ 15 સભ્યોની કેન્દ્રીય ચૂંટણી સમિતિની રચના કરી છે. તેમાં PM મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, રાજનાથ સિંહ સિવાય બીએસ યેદિયુરપ્પા, કે લક્ષ્મણ, ઈકબાલ સિંહ લાલપુરા, સુધા યાદવ, સત્યનારાયણ જાટિયા, ભૂપેન્દ્ર યાદવ, દેવેન્દ્ર ફડણવીસ, ઓમ માથુર, બીએલ સંતોષ અને વનથી શ્રીનિવાસને જગ્યા આપવામાં આવી છે.

1.   નોર્થ ઈસ્ટનું પ્રથમ વખત પ્રતિનિધિત્વઃ નોર્થ ઈસ્ટમાંથી સર્બાનંદ સોનોવાલને સ્થાન મળ્યું છે. તે આસામના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. હાલ તે કેન્દ્રમાં મંત્રી છે. નોર્થ ઈસ્ટમાં તેમનો પ્રભાવ પણ છે. આગામી વર્ષે નોર્થ ઈસ્ટના ઘણા રાજ્યોમાં ચૂંટણી થશે, જેનો સીધી રીતે બીજેપીને ફાયદો થશે. પ્રથમ વખત નોર્થ ઈસ્ટમાંથી કોઈ પણ વ્યક્તિને સંસદીય બોર્ડમાં સામેલ કરવામાં આવ્યા છે.

2.     સુધા યાદવ ભરશે સુષ્માની જગ્યાઃ સુષ્મા સ્વરાજના નિધન પછી ભાજપ સાંસદીય બોર્ડમાં મહિલાની અછત હતી. તે અછતને પુરી કરવા માટે ભાજપે હરિયાણાથી આવતા સુધા યાદવને સામેલ કર્યા છે. સુધા યાદવ ઓબીસીમાંથી આવે છે. ભાજપનું નિશાન સમગ્ર દેશમાં ઓબીસી પર છે.

3.    દલિત દ્વારા રાજકીય મેસેજઃ આગામી વર્ષે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી થવાની છે. એવામાં મધ્યપ્રદેશથી આવતા રાજ્યસભા સાંસદ સત્ય નારાયણ જાટિયાને ભાજપે સંસદીય બોર્ડમાં સામેલ કરીને મોટો રાજકીય સંદેશ આપ્યો છે.

4.    માઈનોરિટીના નામ પર ઈકબાલઃ ઈકબાલ સિંહ પૂર્વ IPS છે, જેમણે 2012માં બીજેપી જોઈન કરી હતી. આ પહેલા તે નેશનલ કમિશન ફોર માઈનોરિટીના ચેરમેન પણ રહ્યાં છે. તે બીજેપીના રાષ્ટ્રીય પ્રવક્ત રહી ચુક્યા છે. જ્યારે પંજાબમાં આતંકવાદનો સમય હતો, ત્યારે ઈકબાલ સિંહ એક્ટિવ પોલીસ અધિકારી તરીકે સેવાઓ આપી રહ્યાં હતા. ઈકબાલની બીજેપીના સંસદીય બોર્ડમાં એન્ટ્રીથી બેજેપી પંજાબના વોટરને ખુશ કરવા માંગે છે. આ સિવાય તે સમગ્ર દેશમાં ફેલાયેલા શીખ સમુદાય માટે મેસેજ આપવાની કોશિશ છે.

5.    દક્ષિણ ભારતથી યેદિ અને લક્ષ્મણઃ યેદિયુરપ્પા કર્ણાટકમાંથી સૌથી વધુ ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. અને ત્રણ વખત વિપક્ષના નેતા રહ્યાં છે. કર્ણાટક સિવાય યેદુરપ્પાનો દક્ષિણમાં સારો પ્રભાવ છે. મુખ્યમંત્રી પદ પરથી હટાવવામાં આવ્યા પછીથી યેદુરપ્પાને સંસદીય બોર્ડમાં લાવવામાં આવ્યા છે. આ તેમને સંતુષ્ટ કરવાની કોશિશ છે. બીજી તરફ દક્ષિણમાં ધાક જમાવવાની કોશિશ કરી રહેલી બીજેપી માટે યેદુરપ્પાનો ચેહરો કામ આવી શકે છે.

6.    નિતિન ગડકરીએ કહ્યું હતું- એવું લાગે છે રાજકારણ છોડી દઉં : ગત મહિને એક કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે ક્યારેક ક્યારેક એવું થાય છે કે રાજકારણ છોડી દઉં. સમાજમાં બીજું પણ ઘણું કામ છે, જે રાજકારણ કર્યા વગર પણ કરી શકાય છે. ગડકરીએ કહ્યું કે મહાત્મા ગાંધીના સમયના રાજકારણ અને આજના રાજકારણમાં ખૂબ જ ફેરફાર છે. બાપૂના સમયમાં રાજકારણ દેશ, સમાજના વિકાસ માટે થતું હતું. જોકે હવે રાજકારણ માત્ર સત્તા માટે થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post