• Home
  • News
  • ગાંગુલીએ કહ્યું- IPL પર કોરોનાવાયરસની કોઈ અસર નથી, દક્ષિણ આફ્રિકા સામેની સીરિઝ પછી ટૂર્નામેન્ટ સમયસર શરૂ થશે
post

ભારતમાં દક્ષિણ આફ્રિકા સામે ત્રણ વનડેની સીરિઝ રમાશે, પહેલી મેચ 12 માર્ચે ધર્મશાલામાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-03-04 12:04:50

ચીનના વુહાનથી ફેલાયેલા કોરોનાવાયરસના કારણે 60થી વધુ સ્પોર્ટ્સ ટૂર્નામેન્ટ પર અસર થઇ છે. 29 માર્ચથી શરૂ થતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) પણ સ્થગિત થશે તેવા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા હતા. આ અંગે BCCIના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે કહ્યું કે, "કોરોનવાયરસ ભારતમાં નથી. તેથી IPL પર કોઈ અસર થશે નહીં. દક્ષિણ આફ્રિકા સામેની ત્રણ વનડે સીરિઝ પછી ટૂર્નામેન્ટ સમય પર જ રમાશે."

દક્ષિણ આફ્રિકાની ટીમ ભારત પ્રવાસે આવવાની છે. બંને ટીમ 12 માર્ચે ધર્મશાલા ખાતે પ્રથમ મેચ, 15 માર્ચે લખનૌમાં બીજી વનડે અને 18 માર્ચે કોલકાતામાં ત્રીજી મેચ રમશે. તે પછી 29 માર્ચના રોજ IPLની પહેલી મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.

IPL ગવર્નિંગ કાઉન્સિલ ચેરમેન બ્રજેશ પટેલે ગાંગુલીની વાતને સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે, "કોરોનાવાયરસને લઈને કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. મેચ સમય પર જ રમાશે."

ખેલાડીઓ હાથ નહીં મિલાવે
ઇંગ્લેન્ડ ક્રિકેટ ટીમના કેપ્ટન જો રૂટે કહ્યું કે, તેની ટીમ શ્રીલંકાના પ્રવાસ દરમિયાન ખેલાડીઓ સાથે હાથ નહીં મિલાવે. અમેરિકન બાસ્કેટબોલ લીગ એનબીએના ખેલાડીઓને પણ કહેવામાં આવ્યું છે કે તેઓ ફેન્સ સાથે હાથ ન મિલાવે.

 

 

 

adv

Related News

post
post
post
post
post
post
post